Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં શુ હવે મોદી મેજીક નહી ચાલે ?

Webdunia
ગુરુવાર, 22 માર્ચ 2012 (14:12 IST)
P.R
ગુજરાતના રાજકારણમાં છેલ્લા 10 વર્ષથી એવું કહેવાતું હતું કે ‘મોદીના નામે પથરા પણ તરી જશે...’ ‘ભાજપમાં કોઇપણ વ્યક્તિ ચૂંટણી જીતી શકે છે...’ ‘અમારે ઉમેદવારને નહીં, મોદીને મત આપવાનો છે...’ આ પ્રકારના વાક્યો હવે માત્ર ભ્રમણા બનીને રહી જાય તેમ છે, કારણ કે માણસાની ચૂંટણીએ સાબિત કર્યું છે કે મોદીના નામે ચૂંટણી જીતી શકાશે નહીં, પોતાના વ્યક્તિત્વમાં પણ દમ હોવો જોઇએ. દમ નહીં હોય તો મતદારો ફગાવી દેશે.

2012 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે મોદીનો કરિશ્મા નહીં ચાલે, ઉમેદવારે પોતાની તાકાત પૂરવાર કરવી પડશે. માણસાની પેટા ચૂંટણીએ 2002 અને 2007ના ચૂંટણી પરિણામોને બદલી નાંખ્યા છે. ઉમેદવાર એવો હોવો જોઇએ કે જે મતદારોને આકર્ષિ શકે, અન્યથા દશરથ પટેલ જેવા હાલ થઇ શકે છે. મોદીના નામે ઓવર કોન્ફિડેન્સમાં આવી ગયેલા ઉમેદવારો બેઠક ગુમાવી શકે છે.

ગઇ લોકસભાની ચૂંટણીમાં ગોધરાના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાએ જે ભૂલ કરી તે ભૂલ ભાજપે માણસામાં કરી છે. અમે તો સારી લીડથી જીતી જઇશું તેવો ભ્રમ છેલ્લા દસેક દિવસથી ભાજપના નેતાઓ રાખતા હતા. તેમાંય વળી ભાજપ જ્યાં માઇનસ જાય છે તે ગાંધીનગર જિલ્લામાં ભાજપનું સંગઠન એટલું નબળું છે કે આવનારી ચૂંટણીમાં ધ્યાન નહીં રખાય તો ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો ભાજપ ગુમાવી શકે છે.

ગુજરાતમાં માણસાથી પરિવર્તનનો પવન ફુંકાયો છે તેવું કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કરી રહ્યાં છે ત્યારે માણસાએ આ સાબિત કર્યું છે. ભાજપે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ગુમાવી પછી આ બીજી બેઠક સરકાવી દીધી છે. ગામડાના મતદારોને હવે ચેન્જ જોઇએ છે તેવું આ પરિણામથી સાબિત થયું છે. ચૂંટણીમાં ટીકીટ મળી એટલે આપણે જીતી જવાના, કારણ કે મોદીના નામે જીત પાક્કી હોય છે. આ ભ્રમમાંથી ભાજપના ઉમેદવારોએ બહાર આવવું પડશે










સૌજન્ય : જીએનએસ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments