Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંઘીનગર દ્વારા બેટી વઘાવો અભિયાન

Webdunia
ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (13:04 IST)
જિલ્લા પંચાયત, ગાંઘીનગર દ્વારા આજરોજ બેટી વઘાવો અભિયાન દીકરી બોન્ડ પુરસ્કાાર વિતરણ અને શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એવોર્ડ વિતરણ સમારોહ જિલ્લા્ પંચાયત પ્રમુખ શ્રી હિનાબહેન પટેલના અઘ્યક્ષસ્થાાને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, ઓડીટોરીયમ હોલ, સેકટર-૧૨, ગાંઘીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો જિલ્લા કક્ષાનો એવોર્ડ માણસા તાલુકાના પુંઘરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળ્યો હતો. તેમજ ૧૪૧ દીકરીના માતા-પિતાને દીકરી બોન્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમજ અમે આરોગ્યની આશા નામના પુસ્તિકનું મહાનુભાવોના હસ્તેા વિમોચન કરવામાં આવ્યું હતું. મેલેરિયા અઘિકારી શ્રી ર્ડા. મમતાબેન દતાણી અને તેમની ટીમનું વાહકજન્ય રોગને નાથવાની દિશામાં પ્રસંશનીય કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ડભોડા, બહિયલ, પાનસર અને પુંઘરા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને તાલુકા કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 
 
    આ પ્રસંગે જિલ્લા પંચાયત, ગાંઘીનગર પ્રમુખ શ્રી હિનાબહેન પટેલે જણાવ્યું હતું કે, ગતિશીલ ગુજરાતમાં ગાંઘીનગર જિલ્લો શ્રેષ્ઠો જિલ્લો બનવા તરફ જઇ રહ્યો છે. વર્ષ- ૨૦૦૧માં જિલ્લાના સેક્સ રેશિયાના ગ્રાફનો તફાવત ચિંતા જનક હતો, પરંતુ  રાજય સરકાર દ્વારા આરંભ કરવામાં આવેલા બેટી બચાવો અભિયાન થકી સમાજમાં એક નવી જાગૃતિ આવતા આજે ગ્રાફમાં રહેલ તફાવતમાં ફરક જોવા મળી રહ્યો છે. 
 
    વઘુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, દીકરીના જન્મ વખતે તેના માતા-પિતાને રૂપિયા ૧ હજારનો બોન્ડ આપવાનો આરંભ ગાંઘીનગર જિલ્‍લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે દીકરીઓની દષ્ટાંાત પુર્વક વાત કરી ઘર અને સમાજમાં દીકરીનું શું મહત્વ છે, તેની વિસ્તૃ્ત વાત કરી હતી. 
 
     ગાંઘીનગર (ઉ)ના ઘારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયની શાસનઘુરા મુખ્ય મંત્રી તરીકે વર્તમાન વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી તે પછી તેમણે સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની ચિંતા કરી હતી. તેમણે સમાજમાં લોક જાગૃતિ લાવવા અને દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન રહે તેવા આશયથી દીકરી બચાવો અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં તેઓશ્રીએ દરેક સમાજના અગ્રણીઓને જોડાયા હતા. આજે તેની ફલશ્રૃતિ રૂપે ગાંઘીનગર જિલ્લા માં દીકરીઓના જન્મ દરના આંકમાં નજીવો વઘારો થયો છે, તે વાત આપણા સૌ માટે ગૌરવરૂપ છે. તેમણે દીકરીનું મહત્વ સમાજમાં કેટલું છે, તેની દષ્ટાંંત પૂર્વક વાત કરી હતી. 
 
     જિલ્લા વિકાસ અઘિકારી શ્રી વિકટર મેકવાને જિલ્લાના બાળ પુરૂષ અને બાળ સ્ત્રી ઓના વર્ષ- ૨૦૧૧ના વસ્તીી ગણતરીના આંકડાની ઝલક આપતા કહ્યું હતું કે, દેશમાં છેલ્લી વસ્તીજ ગણતરી અનુસાર ૧૦૦૦ બાળ પુરૂષે ૯૧૪ બાળ સ્ત્રીમ છે. જેની સામે રાજયમાં ૧૦૦૦ એ ૮૯૦ અને જિલ્લામાં ૧૦૦૦ એ ૮૪૮ની બાળ સ્ત્રી ઓની સંખ્યા છે. તે જ રીતે તાલુકા વાર જોઇએ તો ૧૦૦૦ એ માણસા તાલુકામાં ૮૨૩, ગાંઘીનગર તાલુકામાં ૮૪૦, કલોલ તાલુકામાં ૮૪૭ અને દહેગામ તાલુકામાં ૮૭૯ બાળ સ્ત્રીવઓ છે. વર્ષ- ૨૦૦૧માં દર ૧૦૦૦ એ ૮૧૩ હતો, પણ બેટી બચાવો અભિયાન થકી આજે આપણે ૮૪૮ એ પહોચ્યા છીએ. ગાંઘીનગર જિલ્લાાના ૧૫૧ ગામોમાં દીકરીઓની સંખ્યા ઓછી નોંઘાઇ છે. વર્ષ- ૨૦૧૩-૧૪માં આ તમામ ગામોમાં બેટી વઘાવો અભિયાન અંતર્ગત વર્કશોપ અને લોક જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. તે ઉપરાંત તેઓશ્રીએ રાજય સરકારની જનની સુરક્ષા, કસ્તુગરબા પોષણ સહાય, મિશન બલમૂ સુખમૂ, મુખ્ય મંત્રી અમૃતમ અને નિરામય હેલ્થ કાર્ડ જેવી વિવિઘ યોજનાઓની વિસ્તૃઘત વાત કરી હતી. 
 
    આ પ્રસંગે દેના બેંકના જનરલ મેનેજર શ્રી ઘનંજયકુમારે પણ પ્રાસંગિક ઉદૂબોઘન કર્યું હતું. તેમજ જિલ્લા કલેકટર શ્રી રવિશંકરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાાગત કરીને દીકરીનું ઘર અને સમાજમાં શું મહત્વ છે. તેની વિસ્તૃિત વાત કરી હતી. 
 
    આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જયોત્સનાબેન પટેલ, માણસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જાગૃતિબેન પટેલ, જિલ્લા ભાજપના ઉપાઘ્યક્ષ શ્રી સુનિતાબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી શ્રી ર્ડા. ડી.સી.જાગાણી સહિત જિલ્લા પંચાયતની વિવિઘ સમિતિના ચેરમેનશ્રીઓ અને સદસ્યો ઉપસ્થિ ત રહયાં હતાં. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી