rashifal-2026

કોંગ્રેસને વિરોધ કરતા આવડતુ નથી ને ભાજપને વહીવટ કરતા આવડતુ નથી - અહેમદભાઈ

Webdunia
શનિવાર, 2 મે 2015 (15:13 IST)
માત્ર મોટી મોટી ગુલબાંગો ઝીંકવામાં અવ્‍વલ નંબર ભાજપના શાસનમાં ગુજરાતનો વિકાસ પોલંપોલવાળો છે. ઉદ્યોગો હોવા જોઈએ પણ મજુરોના ભોગે નથી. કોંગ્રેસને વિરોધ કરતા આવડતુ નથી કે ભાજપને વહીવટ કરતા આવડતુ નથી. તેમ સોનીયાજીના રાજકીય સચિવ અહેમદભાઈ પટેલે તથા રાજ્‍યના વિરોધપક્ષના નેતા શંકરસિંહજી ચૌધરીએ અમદાવાદમાં ખીચોખીચ ભરેલા ટાગોર હોલમા પોતાની આક્રમક શૈલીમાં જણાવ્‍યુ હતું. અમદાવાદના ટાગોર હોલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્‍યના સ્‍થાપના દિવસ અને આંતરરાષ્‍ટ્રીય મજદુર દિવસની ઉજવણી માટે કાર્યક્રમ યોજાયો હતો.

   આ કાર્યક્રમમાં સંબોધન કરતા કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલે જણાવ્‍યુ હતુ કે ગુજરાતનો વિકાસ કૃષ્‍ણએ દ્વારકામાં રાજધાની સ્‍થાપી ત્‍યારથી ચાલ્‍યો આવે છે, આજે સ્‍થાપના દિવસ સાથે આંતરરાષ્‍ટ્રીય મજદુર દિવસ પણ છે, મેક ઈન ગુજરાતના નારા વચ્‍ચે મજુર વિરોધી કાયદા ઘડાયા છે, મેક ઈન ગુજરાત ઉદ્યોગપતિઓ માટે થયુ છે. ઉદ્યોગો પણ હોવા જોઈએ પણ મજુરોના ભોગે નહીં. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જર્મનીમાં લાયનનો ડિજીટલ હોલોગ્રામ દર્શાવ્‍યો એટલે આ હોલોગ્રામ જેવુ મેક ઈન ગુજરાત, ઈન્‍ડીયા છે. હોલોગ્રામને આપણે જોઈ શકીએ પણ સ્‍પર્શી કે અનુભવી ન શકીએ, આમ પણ હોલો એટલે ખોખલો, પોલંપોલવાળો વિકાસ.

   ગુજરાત સરકારના જીએસપીસી એ ૫૫ હજાર કરોડનું રોકાણ બેઝીનમાં કર્યુ અને વળતર ૦.૦૩ ટકા મળે છે. રાજ્‍યમાં માથાદીઠ આવક ઘટી છે, આપણે મહિલા તરીકે મુખ્‍યમંત્રીનું સન્‍માન કરીએ પણ નરેન્‍દ્રભાઈને કહીએ કે તેમને દિલ્‍હી બોલાવી લ્‍યે. અહીંયા નીતિન પટેલને, પુરૂષોતમ સોલંકીને કે સૌરભ પટેલને જેમને બનાવવા હોય તેમને મુખ્‍યમંત્રી બનાવે. વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્‍યુ હતુ કે, સ્‍થાપના દિવસ હવે ગાંધીનગરમાં આપણે ઉજવવાનો છે. ભાજપને વહીવટ કરતા આવડતુ નથી. આ પ્રસંગે અહમદ પટેલે જણાવ્‍યુ હતુ કે, ગુજરાતના કોંગ્રેસના સાંસદો એક મહિનાનો પગાર નેપાળ ભૂકંપ રાહતમાં આપશે તેવી જાહેરાત કરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments