Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top 10 Gujarati News - ટોચના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

Webdunia
સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (11:32 IST)
ભારત ન્યુઝીલેંડ વિરુદ્ધ ઐતિહાસિક જીતથી માત્ર 3 વિકેટ દૂર 
 
કાનપુરઃ ન્યૂઝિલેન્ડ સામે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારત વિજય તરફ આગળ વધી રહી છે. 434 રનના પડકારનો પીછો  કરવા માટે મેદાને પડેલી ન્યૂઝિલેન્ડે સાત વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા છે. મિચેલ  સેન્ટનર 48 રન અને વેટલિંગ 18 રને ક્રિઝ પર છે. લ્યૂક રોન્ચી 80 રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો હતો.આ પહેલા ભારતે બીજી ઇનિંગ 5 વિકેટે 377 રને ડિકલેર કરી હતી. જેમાં મુરલી વિજયે 75 અને  પૂજારાએ 78 રનની  શાનદાર ઇનિંગ રમી હતી.
 
જુઓ LIVE સ્કોરકાર્ડ 

 
PAK એ કહ્યુ - કાશ્મીરી જો ભારતમાં ખુશ, તો તેમને ત્યા જ રહેવા દો 
 
નવી દિલ્હી. પાકિસ્તાને ભારતને તેના વિરુદ્ધ યુદ્દોન્માદ ફેલાવવાની અનુમતિ ન આપવાનો આગ્રહ કરતા કહ્યુ કે યુદ્ધ કોઈપણ સમસ્યાનુ સમાધાન નથી હોઈ શકતુ. કાશ્મીરીઓએ પોતાના ભવિષ્યને જાતે જ પસંદ કરવાની તક આપવી જોઈએ. જો તેઓ ભારતમાં ખુશ છે તો તેમને ત્યાર રહેવા દો. 
 
પાક.ને જવાબ આપવા આજે સિંધુ જળ સમજૂતી પર ભારત લેશે મહત્વનો નિર્ણય
 
નવી દિલ્હી : પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયાર કરી લીધી છે. આજે ભારત સરકાર સિંધુ જળ સમજુતીને લઇને મહત્વનો ફેંસલો લેવા જઇ રહ્યો છે. પીએમ મોદીના વડપણમાં યોજાનારી આ બેઠકમાં વિદેશ અને જળ સંશાધન મંત્રાલયના અધિકારીઓ વગેરે હાજર રહેશે. આ ઉપરાંત ભારત સરકાર સમજોતા એકસપ્રેસ ટ્રેનને બંધ કરવા વિચાર કરી રહી છે. ભારત અને લાહોર વચ્ચે આ ટ્રેન હાલ દોડે છે.
 
પાટીદારો આયોજીત શહીદોને શ્રંદ્ધાજલિ કાર્યક્રમનો ફિયાસ્કો, અંદરો અંદર લડાઈ થઈ
 
રવિવારે સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ‘‘એક શામ શહીદો કે નામ’’ ચેરિટી શૉનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ હાર્દિક પટેલથી નારાજ ‘પાસ’ના પાયાના સભ્યો ચિરાગ તેમજ કેતન પટેલની આગેવાનીમાં કરાયું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસદમનમાં માર્યા ગયેલા પાટીદારો અને ઉરીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો. માનવ સેવા સંગઠન સંસ્થાના ઉપક્રમે નવરંગપુરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાટીદારોના બે જૂથ સામસામે આવી ગયા હતા
 
પીટીસી અને બીએડ કરેલા એક લાખથી પણ વધુ લોકો નોકરીની રાહ જોઈ રહ્યાં છે. 
 
રાજ્યમાં 12 હજાર કરતાં વધુ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે વર્ષ 2015માં ટેટ-1 પાસ કરી ચુકેલા 15,441 ઉમેદવારો હાલ વિદ્યાસહાયક તરીકેની નોકરીની રાહ જોઇ રહ્યા છે, છતાં હજુ સુધી ભરતી માટે કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યમાં પીટીસી-બી.એડ થયેલા ઉમેદવારોની ભરતી જ ન કરવાના કારણે હાલ પીટીસી થયેલા 1 લાખ 70 હજારથી વધારે ઉમેદવારો શિક્ષક બનવાની રાહ જોઇ રહ્યા છે
 
આજે સુષ્મા સ્વરાજ યુનોમાં પીએમ નવાઝ શરીફના ભાષણનો જવાબ આપશે 
 
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે યુનોમાં આજે પોતાના પ્રવચનમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને જડબાતોડ જવાબ આપી શકે છે. આજે સાંજે તેઓ ત્રાસવાદ સહિતના મુદ્દે પાકિસ્તાન ઉપર માછલા ધોસે.. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે યુનોમાં કાશ્મીરનો રાગ આલાપ્યો હતો તેનો જવાબ સુષ્મા કેવો આપે છે ? તેના ઉપર સૌની નજર કેન્દ્રીત થઇ છે.
 
પાકિસ્તાન સેનાની ગતિવિધિ વધી, બોર્ડરથી 400 મીટર દૂર સેના ગોઠવી 
 
 ઉરી આતંકી હુમલા બાદ ભારતના આકરા વલણને કારણે પાકિસ્તાને પણ બોર્ડરની નજીક 400 મીટર દુર સેના તૈનાત કરી દીધી છે. રાત્રીના સમયે પાકિસ્તાન સેનાની ગતિવિધિ ઘણી બધી વધી ગઇ છે.
 
અમદાવાદમાં મચ્છરથી રોગચાળો બેકાબૂ 
 
અમદાવાદ- અમદાવાદ શહેરમાં રોગચાળો  બેકાબૂ બન્યો છે. મચ્છરજન્ય રોગોએ શહેરના તમામ વિસ્તારોને ભરડામાં લીધા છે. સંખ્યાબંધ લોકો ડેન્ગ્યુના શિકાર બની રહ્યાં છે. તેમાં હવે ડોક્ટરો પણ બાકાત રહ્યાં નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ હોસ્પિટલના 26થી વધુ ડોક્ટરોને ડેન્ગયુની અસર થઈ છે.
 
ISROએ લોંચ કર્યુ પીએસએલવી C-35
 
શ્રીહરિકોટા: ભારતીય અંતરિક્ષ સંગઠન (ઇસરો) આજે આજે ધ્રુવિય પ્રક્ષેપણ(PSLV) સી-35 લોંચ કરી અત્યાર સુધીના સૌથી લાંબા મિશનને પૂર્ણ કર્યું છે. ISROએ સોમવારે સવારે પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ C-35ના લોન્ચિંગ સાથે તેના અત્યાર સુધીના સૌથી લાંબા મિશનને અંજામ આપ્યો છે. શનિવારે શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLVના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું હતું.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments