Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 લાખ ભરીને સર્ટીફિકેટ લઈ જાઓ, પ્રવેશ રદ નહીં થાય- ભાવનગર મેડિકલ કોલેજ

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (12:07 IST)
ગતીશિલ ગુજરાતમાં શિક્ષણમાં થઈ રહેલા અન્યાયનું એક વરવુ ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. વિકાસની વાતો કરતી સરકારને માત્ર લોકોના ખીસા કેવી રીતે ખાલી કરવા તેમાં જ જાણે રસ હોય તેમ જાહેરમાં લોકો પાસે રૂપિયા માંગવાની આદત જાણે જતી જ નથી. રૂપાણીના રાજમાં રૂપાળું ગુજરાત કેવી રીતે બની શકે એ હવે એક સવાલ થઈ ગયો છે. ઘટના પ્રમાણે જોઈએ તો ભાવનગરના એક વિદ્યાર્થીને ડેન્ટલ મેડિકલમાં પ્રવેશ લઈ લીધા બાદ માનસિક અસ્વસ્થતાને કારણે અભ્યાસ છોડી દેવો હોવા છતાં કોલેજ દ્વારા તેના પ્રમાણપત્રો પરત નહિ આપીને રૂા.15 લાખની 5 વર્ષ સુધીની ફી માંગવામાં આવતી હોવાનો લેખિત આક્ષેપ અને રજૂઆત વાલી દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીના વાલી મુકેશ ચંદ્રકાંતભાઈ વાઘેલા  દ્વારા આ ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી, શિક્ષણમંત્રી, રાજ્યપાલ સહિત ઉચ્ચકક્ષાએ કરાઈ છે. જેમાં જણાવાયું છે કે, ધાર્મિકે અહમદાબાદ ડેન્ટલ કોલેજ, સાંતેજ, રણછોડપુરામાં એડમિશન લીધા બાદ હવે તેની માનસિક હાલત કથળી છે. પરિણામે આગળ અભ્યાસ નહિ કરવા તા.13-10ના રોજ એડમિશન કમિટીના ચેરમેન અને બી.જે. મેડિકલ કોલેજ-અમદાવાદના ડીન ભરતભાઈ શાહ તેમજ કોલેજના ટ્રસ્ટી દક્ષેશભાઈ શાહ સહિતનાને રૂબરૂ વિનંતી કરી હતી. પરંતુ એડમિશન રદ નહિ થઈ શકે તેવું ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું અને કહેવામાં આવ્યું કે, તમારા બાળકને ફરજિયાત ડેન્ટલમાં જ ભણાવવો પડશે અને જો ન ભણાવવો હોય તો 5 વર્ષની ફી રૂા.15 લાખ ભરો પછી જ તમારો પ્રવેશ રદ થશે. તમને કોઈપણ પ્રકારની મદદ મળશે નહિ. રિશફલીંગની હવે કોઈ પ્રક્રિયા ન થતી હોવાથી અમે કોઈ વિદ્યાર્થીનું એડમિશન રદ કરીએ તો તે જગ્યા ખાલી રહે છે. પરિણામે કોલેજને આર્થિક નુકસાની વેઠવી પડે છે. છતાં અમને રજૂઆત થાય ત્યારે મેડિકલ ડેન્ટલ પ્રવેશના ચેરમેન ભરતભાઈ શાહનો સંપર્ક કરાવીએ છીએ. અમે એડમિશન આપતા પહેલા જ વાલીઓને સ્પષ્ટતા કરીએ છીએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પોલીસની હાજરીમાં BJP નેતાના પુત્રની હત્યા, વડોદરામાં સનસનીખેજ હત્યાકાંડથી હંગામો

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં, જાણો શું છે ભારતની માંગ?

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

જેના મૃત્યુ પર તેઓ શોક વ્યક્ત કરી રહ્યા હતા તે જીવતો પાછો ફર્યો ત્યારે પરિવાર ડરી ગયો

બહેનની ડોલી પહેલાં ભાઈની અર્થી ઉઠી, લગ્નમંડપમાં જતાં બદમાશોએ તેને ઘેરી લીધો

આગળનો લેખ
Show comments