Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ત્રણ દિવસથી સતત વરસાદ ,ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Webdunia
શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (12:40 IST)
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગઈ કાલ સાંજથી અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અત્યારે અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા છે. પૂર્વ અમદાવાદની અનેક સોસાસયટીઓમાં ગઈ કાલે વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ત્યારે ગઈ કાલ સાંજથી જ અવિરત વરસાદ ચાલુ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઝાલાવાડમાં ચોમાસાની સિઝનમાં બુધવારે પ્રથમ વખત વરસાદની પધરામણી થઈ હતી અને પાટડી, હળવદ અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં મૂશળધાર વરસાદ પડતાં ધરતીપૂત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. પાટડીમાં 4 ઈંચ, ધ્રાંગધ્રામાં 2 અને હળવદમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. પાટણ જીલ્લામાં જામેલી વરસાદી હેલીમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડતા કેટલાક નિચાણના વિસ્તારો પાણીમાં તરબોળ થયા હતા.

જીલ્લાના પાંચ તાલુકામાં રાત્રે બે ઇંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો.પાટણ શહેર સહિત પંથકમાં મંગળવારની રાત્રી બાદ બુધવારની રાત્રીએ મુશલધાર વરસાદ વરસ્યો હતો.જેમાં શહેરના કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ રોડ,રેલવેના બીજા ગરનાળા, આબુવાલાના ડેલા માર્ગ સહિત નિચાણમાં પાણી ભરાઇ રહેતા વાહનચાલકોને હાલાકીઓ સર્જાઇ હતી.શહેરમાં રાત્રે 53મી.મી જેટલો વરસાદ ખાબક્યો હતો.જ્યારે તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ તૂટી પડતા માર્ગોમાં પાણી ફરી વળ્યુ હતું.
વારાહી પંથકમાં છેલ્લા 12 કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ વરસતા નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ ગ્રામીણ વિસ્તારના માર્ગો પર પાણી પ્રવાહને કારણે બંધ થઇ ગયા હતા ભારે વરસાદના કારણે લોકો ભારે ચિંતા પસરી હતી પરંતુ બુધવારે બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સીઝનનો આ સૌથી વધુ વરસાદ પડ્યો હતો.નીચાણવાળા ભાગમાં વરસાદી પાણીનો ધસમતો પ્રવાહ શરૂ થઇ ગયો હતો પાણીના કારણે વારાહીથી કોઇડા જવાનો રસ્તો પણ બંધ થઇ જતા વાહન વ્યવાહર ઠપ્પ થઇ ગયો હતો. કેટલા તળાવો પણ વરસાદી પાણી ભરાયા હતા.

જોકે ગ્રામજનોના સહયોગથી  તંત્ર દ્વારા વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરાતાં ઘરોમાંથી પાણીનો નિકાલ થવા પામ્યો હતો. જ્યારે રાધનપુરમાં  હાઇવે વિસ્તારની 25થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.વેપારી એસોશિએશનના પ્રમુખ મહેશભાઇના જણાવ્યા મુજબ સો જેટલી દુકાનોમાં વરાસદી પાણી ધૂસી જતાં પ્રા઼ત અધીકારી,મામલતદાર,પાલીકાના ચીફઓફીસરને વોટ્સઅપ ઉપર ફોટા મોકલીને રજુઆત કરતા પ્રાંત અધિકારીએ જાત માહીતી મેળવી હતી.તેમના જણાવ્યા મુજબ 20 વર્ષ પહેલાની વરસાદી પાણીની સીસ્ટમ અમલમાં મૂકાય તો જરાય પાણી ભરાય નહિ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments