Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિજિટલ ક્રાંતિમાં પણ કેલેન્ડરનો યુગ, ડેસ્ક-ડટ્ટા કેલેન્ડરનો ક્રેઝ

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2017 (16:01 IST)
સમય હંમેશાં ગતિશીલ છે. સમય હંમેશાં પરિવર્તનના પ્રવાહમાં આગળ વધતો જ રહેતો હોય છે. ર૦૧૬ના વર્ષે વિદાય લીધી અને ર૦૧૭નું નવલું પ્રભાત ઉગ્યું એ સાથે જ વાર્ષિક કેલેન્ડર પણ બદલાઈ ગયું છે. નવા વર્ષના આરંભની સાથે જ લોકોને કેલેન્ડરની યાદ આવે છે. ભાગ્યે જ કોઈ એવું ઘર કે ઓફિસ હશે જ્યાં દીવાલ કે ટેબલ પર કેલેન્ડર જોવા ન મળે. સમયની સાથે કેલેન્ડરોનાં સ્વરૂપો બદલાતાં રહ્યાં છે, પરંતુ તે આઉટ ઓફ ડેટ થયાં નથી. ટૂંકમાં, ડિજિટલ યુગમાં પણ કેલેન્ડરનો યુગ આથમ્યો નથી.દુનિયાના દરેક દેશ અને પ્રાંતમાં સામાજિક-ધાર્મિક રીતરિવાજો સાથે સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણ જેવી ખગોળીય ઘટનાને આધારે કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં જે કેલેન્ડર પ્રચલિત છે તેમા ૧ર અંગ્રેજી માસ અને ૩૬પ દિવસ હોય છે, પરંતુ દુનિયામાં એવા દેશો છે કે ત્યાંના કેલેન્ડરમાં ૩૦૦ દિવસ અને ૧૮ માસનાં સમયનું આયોજન બતાવાયું હોય. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જાન્યુઆરીથી નવા વર્ષનો આરંભ થાય છે. દરેક દેશ અને પ્રાંતના અલગ અલગ રીતરિવાજો પણ હોય છે. આવા પ્રદેશોમાં ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિના આધાર પર નવા વર્ષનો આરંભ થાય છે. જેમ કે, મહારાષ્ટ્રમાં ગુડી પડવો, પંજાબમાં બૈશાખી, જમ્મુ-કાશ્મીરમાં નવરેહ, કચ્છમાં અષાઢી બીજથી નવા વર્ષનો આરંભ ગણવામાં આવે છે અને આ પર્વો ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાનિક ભાષાનાં કેલેન્ડરોમાં આ પર્વનો ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવે છે.
ભારતીય પરંપરામાં ભલે દિવાળીએ પંચાંગનું વિશેષ મહત્ત્વ રહ્યું હોય, પરંતુ જાન્યુઆરી માસ આવે એટલે કેલેન્ડર કે ડાયરીની શોધ ચાલુ થઈ જાય છે. કેલેન્ડર સમય સાથે પ્લાનિંગનું મહત્ત્વ સમજાવે છે. એક સમયે મોટાભાગનાં ઘરોમાં દીવાલ પર ડટ્ટા કેલેન્ડર જોવા મળતાં, જેમાંથી રોજ એક પાનું ફાડી નાખવામાં આવતું. આવાં ડટ્ટા કેલેન્ડરને બદલે હવે દીવાલ પર લગાવી શકાય તેવાં આકર્ષક કેલેન્ડર આવી ગયાં છે. અનેક કોર્પોરેટ કંપનીઓ કલરફુલ કેલેન્ડરો બહાર પાડે છે. ગ્રાહકોને આકર્ષવા આવા અનેક નુસખાઓ નાનીમોટી કંપનીઓ કરતી હોય છે, જેમાં નાના કરિયાણાવાળા પણ બાકાત નથી. એક વિખ્યાત ઉડ્ડયન કંપની તેના કેલેન્ડરને લોકપ્રિય બનાવવા ખૂબસૂરત યુવતીના પોઝ સાથેનું કેલેન્ડર દર વર્ષે તૈયાર કરતી હતી, જેની ડિમાન્ડ પણ ખૂબ રહેતી.

કેલેન્ડરનો ઇતિહાસ લગભગ આઠ હજાર વર્ષ જૂનો છે. સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણની ખગોળીય ઘટનાને આધારે સામાન્ય રીતે કેલેન્ડરના દિવસો નક્કી કરવામાં આવે છે. સૂર્યના આધારે જેને સોલાર સાઇકલ પણ કહેવાય છે, તે આધારે તૈયાર થતાં કેલેન્ડરમાં ૩૬પ દિવસ અને ચંદ્રના આધારે તૈયાર થતાં કેલેન્ડરમાં ૩પપ દિવસ હોય છે. દર વર્ષે દસ દિવસનો ગાળો રહે છે, જેને દર ત્રણ વર્ષે સેટ કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડરમાં દર ત્રણ વર્ષે આ ત્રીસ દિવસને સેટ કરવામાં આવે છે, જેને અધિક કે પરસોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. મુસ્લિમ સમાજમાં ચંદ્રના આધારે કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડરમાં દર ચાર વર્ષે લીપ યર આવે છે, જેમાં ફેબ્રુઆરી માસમાં ર૯ દિવસ હોય છે. આમ, વિવિધ રીતે દિવસોનો મેળ કરવામાં આવે છે.  
કેલેન્ડરો અને ડાયરીઓમાં સમયની માગ મુજબ સતત પરિવર્તન કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર સાથે ભારતીય પંચાંગની તિથિઓ મિક્સ કરીને કેલેન્ડરો તૈયાર કરાય છે. ડટ્ટા અને દીવાલ કેલેન્ડર બાદ હવે ડેસ્ક કેલેન્ડરનો પણ ક્રેઝ જોવા મળે છે. આજના મોબાઈલ યુગમાં પણ ઘણાં લોકો ખિસ્સાંમાં નાની ડાયરી પણ રાખે છે. જેમાં આખા વર્ષની તિથિઓ હોય છે. ૮૦ વર્ષથી ડાયરી-કેલેન્ડરો બનાવતી રાજકોટની જાણીતી પેઢીના ભાવિકભાઈ પારેખ કહે છે, "યુવાપેઢીને આકર્ષવા એક સમયનાં પ્રખ્યાત ડટ્ટા કેલેન્ડરમાં સુધારાઓ કરીને અમે ડટ્ટા-ડેસ્ક કેલેન્ડર તૈયાર કર્યું છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments