Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફતેહવાડી વિસ્તારથઈ શાળાના ગુમ બાળકો મળ્યા

Webdunia
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (14:45 IST)
અમદાવાદ: શહેરના ફતેહવાડી વિસ્તારમાં આવેલી જુદી જુદી બે શાળામાં અભ્યાસ કરતાં ચાર બાળકો ગુમ થયાની પોલીસને ફરિયાદ મળી હતી. જેમાંથી બે બાળકોને ચારથી પાંચ વ્યક્તિ રૃમાલ સુંઘાડીને લઈ ગયા હતા. જ્યાંથી તેઓ તેમની આંખમાં ધૂળ નાખીને પરત આવી ગયા હતા. જ્યારે અન્ય સ્કૂલના બે બાળકો ગૂમ થઈ જવાના મામલે પોલીસે તપાસ કરતાં આ બંને બાળકો બર્ડ સફારી જોવા માટે નળ સરોવર જતાં રેથલ ગામ પાસેથી મળી આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ફતેહવાડી વિસ્તારમાં આવેલી ભાઠા પ્રાથમિક સ્કૂલ અને સમા હાઈસ્કૂલમાં ધોરણ ૬માં ભરતાં બે બે વિદ્યાર્થીઓ ગુમ થઈ જવાની ઘટના બની હતી. જેમાંથી ભાઠા સ્કૂલમાં ધોરણ છમાં ભણતાં અસ્લમ અને અદનાન નામના બાળકો શાળા છૂટ્યા બાદ ઘરે ન પહોંચતાં તેમના વાલીઓએ અસલાલી પોલીસને જાણ કરી હતી. આ દરમિયાનમાં આ જ વિસ્તારમાં આવેલી સમા હાઈસ્કૂલમાં ધોરણ-છમાં ભણતાં અલમાસ સિપાઈ અને સાહિલ શેખ નામના બે બાળકો પણ ગુમ થઈ ગયાની તેમના વાલીઓએ પોલીસને જાણ કરી હતી. આથી અસલાલી પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પાંચ ટીમો બનાવીને ગુમ થયેલા બાળકોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ દરમિયાન ભાઠા સ્કૂલના બે બાળકો અસ્લમ અને અદનાન બંને તેમના ઘરે આવી પહોંચ્યા હતા, બંને ધૂળધાણી થયેલા હતા. આ અંગે આ બંને બાળકોએ તેમના વાલી અને પોલીસ સમક્ષ એવી કેફિયત રજૂ કરી હતી કે તેઓ સ્કૂલે જતાં હતા ત્યારે કેનાલ પાસે ચારથી પાંચ શખસો ઊભા હતા. તેમણે કોઈ પ્રવાહી છાંટેલો રૃમાલ મોંઢા ઉપર સુંઘાડીને બેભાન કરી દીધા હતા. ત્યાર બાદ તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓ એક અવાવરું જગ્યાએ હતાં. જ્યાં એક શખસ ઊભો હતો. તેમની આંખમાં ધૂળ નાખીને બંને નાસી આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ કરતાં બંને બાળકોના શરીરે નાની નાની ઈજાઓ જોવા મળી હતી, જો કે પોલીસનું માનવું છે આ ઈજાઓ બે ચાર દિવસ પહેલાંની છે. પોલીસે તપાસ કરતાં બંનેના દફતર એક અવાવરું જગ્યાએથી મળી આવ્યા હતા.
જ્યારે અસલાલી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બનાવાયેલી પાંચ ટીમો પૈકીની એક ટીમને સમા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો અલમાસ અને સાહિલ નળસરોવર રોડ ઉપર આવેલા રેથલ ગામ પાસેથી મળી આવ્યા હતા. પોલીસે આ બંને બાળકોની પૂછપરછ કરતાં તેઓ નળસરોવર ખાતે ચાલી રહેલા બર્ડ સફારીનો કાર્યક્રમ જોવા માટે નળસરોવર ગયા હતા.  આમ ફતેહવાડી વિસ્તારમાંથી બે સ્કૂલમાંથી ગૂમ થયેલા ચારેય બાળકો હેમખેમ મળી આવતાં અસલાલી પોલીસ અને ગ્રામ્ય પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
 શાળાના ગુમ બાળકો મળ્યા

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments