Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતંગની થીમ પર બનશે ગુજરાતનુ આ રેલ્વે સ્ટેશન, જ્યા બનશે દેશની અનોખી 5 સ્ટાર હોટલ જેનુ મોદી કરશે ઉદ્દઘાટન

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2017 (11:01 IST)
ગાંધીનગર. અહીનું મહાત્મા મંદિર દેશ અને દુનિયા માટે એક મોડલ બની છે. રાજ્ય અને શહેરના લોકો માટે આ એક દર્શનીય સ્થળ બની ગયુ છે. અહી બનશે એક અનોખુ રેલવે સ્ટેશન જે પતંગની થીમ પર આધારિત હશે. રેલવે ટ્રેકની ઉપર બનશે 5 સ્ટાર હોટલ જે 6, 8 અને 10 માળનુ હશે. તેના પર લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.  300 રૂમની આ અત્યાધુનિક હોટલ પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 

- 1000 કાર એક સાથે પાર્ક કરી શકાશે 
- 200 ટૂ વ્હીલર્સ પણ પાર્ક કરી શકાશે 
- 100 ઓટો રિક્ષા પણ પાર્ક કરી શકાશે 
 
ગુજરાત ગ્લોબલ વાઈબ્રેન્ટ સમિટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશનની નવી પ્લાનિંગનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત ગિફ્ટસિટી અને બૉમ્બે સ્ટૉક એક્સચેંજનુ પણ ઉદ્દઘાટન કરશે. 

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર અને સોલ્ટ પાન જેવા મહત્વના 
આકર્ષણોમાં એક નવા જ નજરાણાનો ઉમેરો થવા જઇ રહ્યો છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટના ઉદ્‌ઘાટન પૂર્વે ગાંધીનગર રેલવે સ્ટેશન પર બે અલગ અલગ પ્રકારની અદ્યતન સુવિધાઓ સાથેની હોટલોના નિર્માણ કાર્ય તથા સ્ટેશનના નવિનીકરણના કામના ખાતમુહૂર્ત કરનાર છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરએસડીસી)ને કેન્દ્રે મંજૂરી આપી હતી. 

- 600 લોકો એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા 
- દુકન ફુડ સ્ટોલ મેડિકલ સ્ટોર બુક 
- વાઈ ફાઈ સુવિદ્યા, યૂઝર ફ્રેંડલી વાતાવરણ 

 



હાલની ડિઝાઇન પ્રમાણે તેનો આકાર બિલિપત્ર જેવો રહેશે. હાલ કોઇ મહત્વની અને મોટી ટ્રેનો માટે સ્ટોપેજ નહીં ધરાવતા ગાંધીનગરના રેલવે સ્ટેશનના વિકાસ માટે લેવાયેલા નિર્ણય અંગે સૂત્રોનું કહેવું છે કે, ગાંધીનગર એ રાજ્યનું પાટનગર છે અને અહીં અવારનવાર વિશ્વના જુદા જુદા દેશોમાંથી ડિપ્લોમેટ, ઉદ્યોગકારો, વિવિધ કંપનીઓના સંચાલકો તેમજ સહેલાણીઓ આવતા હોય છે. જોકે, અહીં હાલ કોઇ મોટી પંચતારક હોટલ ન હોવાથી મોટાભાગે તેઓને અમદાવાદની હોટલોમાં રોકાણ કરવું પડે છે. મહાત્મા મંદિરમાં વારંવાર વિવિધ પ્રકારના રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં મોટા ડેલિગેટ્સ આવતા હોય છે આથી મહાત્મા મંદિરથી નજીકમાં જ સેક્ટર ૧૪માં આવેલા રેલવે સ્ટેશન પર થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર પ્રકારની હોટલોના નિર્માણનો નિર્ણય લેવાયો છે.

અહીં ૬૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નવું રેલવે સ્ટેશન અને તેના મુખ્ય બિલ્ડિંગ તથા પ્લેટફોર્મ પર હોટેલ અંદાજે રૂ.૩૦૦ કરોડના ખર્ચે આકાર પામશે. મુખ્ય બિલ્ડિંગ પરની હોટેલ પંચતારક હશે. જેમાં અંદાજે ૩૦૦ રૂમ રહેશે. જ્યારે અન્ય હોટેલ થ્રી સ્ટાર હશે જે ૪૦૦ રૂમ્સની બનશે. આ પ્રકારનો સમગ્ર દેશમાં સૌ પ્રથમ પ્રોજેક્ટ હોવાથી રેલવેની કંપની પણ વિશેષ કાળજી લઇ રહી છે. જોકે, ત્રણ ૬,૮ અને ૧૦ માળના ત્રણ અલગ અલગ ટાવર બનશે. એટલું જ નહીં સ્ટેશનની એન્ટ્રી પણ આધુનિક એરપોર્ટ લોંજ જેવી હશે. હાલ અહીં વિશાળ પાર્કિંગ માટે પૂરતી જગા છે, પરંતુ જ્યારે આ અદ્યતન સ્ટેશન અને હોટેલના નિર્માણ પછી તેને મહાત્મા મંદિર સાથે લીંક કરી દેવાશે. એટલે હોટલમાં રોકાણ કરનારને મહાત્મા મંદિર જવામાં ઘણી સરળતા રહેશે. જ્યારે રેલવે પ્રવાસીઓ માટે અલગથી એન્ટ્રી રહેશે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરને રેલવે સ્ટેશન મળ્યું છે, પરંતુ જ્યારે તેને કોઇ ટ્રેનના સ્ટોપેજ મળ્યા નથી. બીજું કે, ઘણાં સમય પહેલાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એક મેમુ ટ્રેન શરૂ કરાઇ હતી, તેમાં પણ કોઇ કર્મચારીઓ પ્રવાસ કરતા નથી. છુટાછવાટા પેસેન્જરોના લીધે આ ટ્રેન દોડાવવી પણ રેલવેને પરવડે તેમ નથી. સૌથી નવાઇની વાત એ છે કે ગાંધીનગરને બ્રોડગેજ લાઇન મળી ચૂકી છે, પરંતુ તેને ઉત્તર ભારત કે મધ્ય ભારત જતી આવતી ટ્રેનોના રૂટમાં જોડવામાં આવ્યું નથી આને લીધે પાટનગરની નજીકના જ નગર કલોલ ખાતેથી ૩૮ ટ્રેનો અવરજવર કરે છે. પરંતુ માંડ વીસ કિમી જ દૂર આવેલા ગાંધીનગરને તેનો લાભ મળતો નથી. હાલ માત્ર અમદાવાદ-ગાંધીનગર, ઇન્દોર ગાંધીનગર, ગાંધીનગર દાહોદ ટ્રેનો દોડે છે. લાંબા અંતરની ટ્રેનમાં એક સરાઇ રોહીલાથી આવતો ગરીબ રથ થોભે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

ગુજરાતી જોક્સ - પ્રશ્ન ક્યાંથી મળ્યો

ગુજરાતી જોક્સ - ભાગી જઈશું

વધુ જુઓ..

નવીનતમ

Year 2025 ના નવા નામ - ગ પરથી નામ છોકરા

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Gen-Beta નો જમાનો આવી ગયો છે, 2025થી જનરેશન બદલાશે, જાણો તમે કઈ પેઢીના છો.

Beauty Tips for Party- પાર્ટીમાં જતા પહેલા અજમાવો આ સરળ ટિપ્સ મેળવો ગ્લોઈંગ સ્કિન

આગળનો લેખ
Show comments