- અત્યાર સુધી આવેલા પરિણામો અનુસાર કોંગ્રેસ જીત ભણી આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ 9 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપે 7 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ આઠ બેઠક પર લીડ કરી રહ્યું છે. 12 વાગ્યા સુધીમાં તમામ વોર્ડની ગણતરી પૂરી થવાની સંભાવના છે. હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસ આગળ જણાય છે.
- કોંગ્રેસ 9 બેઠક અને ભાજપનો 7 બેઠક પર વિજય
- ગાંધીનગરમાં કોંગ્રેસને બહુમતી મળે તેવી શક્યતા
- કોંગ્રેસ - 8 બેઠકો પર આગળ
- વોર્ડમાં નંબર 3 અને 7માં કોંગ્રેસ આગળ
- નંબર છમાં પણ ભાજપે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર કાર્તિક પટેલ, નાજાભાઈ ધાંધર, સરોજબેન ઠાકોર અને પાર્વતીબેન પરમારની પેનલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લાલુભા વાઘેલ, ઇશ્વરજી ઠાકોર, પિંકીબેન પટેલ અને રશીલાબેન મકવાણાનો પરાજય થયો છે.
- અત્યાર સુધીના પરિણામોમાં ભાજપા અને કોંગ્રેસ એકસાથે
- વોર્ડ નંબર 6માં 3 બેઠકો ભાજપની અને 1 બેઠક કોંગ્રેસને નામ
- વોર્ડ નં 2 માં કોંગ્રેસની પેનલનો વિજય
- વડોદરા - કરજણ તા પંની ધાવટ બેઠક પર ભાજપનો વિજય
- વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલની જીત
- વોર્ડ નંબર છમાં પણ ભાજપે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર કાર્તિક પટેલ, નાજાભાઈ ધાંધર, સરોજબેન ઠાકોર અને પાર્વતીબેન પરમારની પેનલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લાલુભા વાઘેલ, ઇશ્વરજી ઠાકોર, પિંકીબેન પટેલ અને રશીલાબેન મકવાણાનો પરાજય થયો છે. - વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલની જીત
- વોર્ડ નંબર 6માં પહેલા રાઉન્ડમાં કોંગ્રેસની પેનલ આગળ
વોર્ડ નંબર 6માં છેલ્લી માહિતી મુજબ ભાજપ 2 અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ
- વોર્ડ નંબર 6માં ભાજપની પેનલની જીત
- વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલની જીત
- વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલ આગળ
- વોર્ડ નંબર 2માં કોંગ્રેસની જીત
- બનાસકાંઠા તા. પં ની પેટા ચૂંટણી ત્રણેય સીટોના પરિણામો જાહેર
- કામિનિબેન વસાવાનો 743 મતથી વિજય
- રોટેશન પ્રણાલી મુજબ મેયર બદલાશે
- વોર્ડ નંબર એકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને પહેલા વોર્ડમાં ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસે જીત મેળવીને વિજયની શરૂઆત કરી છે. કોંગ્રેસના વોર્ડ નંબર પાંચના ઉમેદવારો ચિમનભાઈ વિંઝુડા, જીતુભાઈ રાયકા, મીનાબેન વાઘેલા અને રમીલાબેન વાઘેલાની પેનલનો વિજય થયો છે.
- કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
- ભાજપની 15 બેઠક, કોંગ્રેસ 18 બેઠક કુલ 33 બેઠક અત્યાર સુધીની મતગણતરીમાં 2 પેનલોનું પરિણામ આવી ચુક્યુ છે. બંનેને 4-4 બેઠક પર વિજય મેળવ્યો છે.
આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણીની મત ગણતરી સવારે 8 વાગ્યે પ્રારંભ થઈ ચૂકી છે. અગાઉ પાટીદારોને કારણે ભાજપને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ. આજની મતગણતરી ભાજપ –કોગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી મનપાની ચુંટણીમાં બંન્ને પક્ષો સારા પરિણામ માટે મીટ માડી છે. 11 વાગ્યા સુધીમાં તમામ વોર્ડની ગણતરી પૂરી થવાની સંભાવના છે.
24 એપ્રિલના રોજ ગાંધીનગરની 8 વોર્ડની 32 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમા 52 ટકા જેટલુ મતદાન નોંધાયું હતું. ઓછા મતદાનના કારણે ઘણા તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે મનપાની ચૂંટણીમાં 59 ટકા જેટલી મતદાન થયુ હતુ. જેથી બંને પક્ષો એકબીજી પર આરોપ-પ્રતિઆરોપ કરી રહ્યા છે. કૉંગ્રેસે- ભાજપ પર ચૂંટણીપંચના દુરપયોગના આરોપો લગાવ્યા છે. છતા બંન્ને પક્ષો ભારે બહુમતીથી જીતના દાવા કરી રહ્યા છે
દાઉદની હાલત ખરાબ, ટૂંક સમયમાં જ પોતાના વારસદાર જાહેર કરશે