Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 જૂને દોઢ કરોડ લોકો ગૂજરાતમાંથી જોડાશે

Webdunia
શુક્રવાર, 19 જૂન 2015 (17:42 IST)
સમગ્ર માનવજાતના મન અને તનના સ્વાસ્થ્યની ગુરૂચાવી એટલે યોગ. યોગની આ ગૌરવશાળી પરંપરાને વિશ્વભરમાં પ્રચલિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘના તેમના પ્રથમ સંબોધનમાં સૂચન કર્યું હતું. આ સૂચનને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. સ્વાભાવિક રીતે ભારતમાં યોગની શરૂઆત થઇ હતી અને આ પૌરાણિક સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવા માટે સમગ્ર દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો, ભાજપના પદાધિકારીઓ, કાર્યકરોથી માંડીને સામાન્ય જનતા પણ સામેલ થવા માટે સજ્જ બની છે. શાળા-કોલેજોમાં સરકારી કાર્યક્રમ હોવાથી ધો.6થી ઉપરના તમામ વર્ગના વિદ્યાર્થીઓને પોતાની શાળા-કોલેજમાં કાર્યક્રમ યોજી સામેલ થવાનું છે જ્યારે જાહેર કાર્યક્રમોમાં જનતા પણ સ્વૈચ્છિક રીતે જોડાઇ શકે છે, તેમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું.

ચુડાસમાએ કહ્યું કે, રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થશે, જેમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન હાજર રહેશે. જ્યારે અમદાવાદમાં આ ઉપરાંત રિવરફ્રન્ટ, કાંકરિયા ગ્રાઉન્ડ અને સી.જી. રોડ ઉપર સવારે 7.33 વાગે 33 મિનિટનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્ર સરકારના આયુસ મંત્રાલયે તૈયાર કરેલી નિદર્શન ઓડિયો વિઝ્યુઅલ સીડીના પ્રેઝન્ટેશન સાથે યોગ ઇન્સ્ટ્રક્ટરો યોગ કરાવશે. રાજ્યભરમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે તા.7થી 14 જૂન દરમિયાન 39 હજારથી વધારે ઇન્સ્ટ્રક્ટર્સને તાલીમ આપીને તૈયાર કરાયા છે.

અમદાવાદ ઉપરાંત રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ, ભરૂચમાં નર્મદા પાર્ક, ગાંધીનગરમાં મહાત્મા મંદિર, પોરબંદરમાં ચોપાટી વોક વે ઉપર તેમજ રાજ્યના તમામ જિલ્લાના વિવિધ મહત્વના સ્થળોએ, લગભગ તમામ ગામોમાં યોગનું નિદર્શન યોજાશે. જેમાં સૌને ભાગ લેવા માટે સરકાર વતીથી તેમણે આમંત્રણ આપ્યું હતું. મુસ્લિમ સમાજે યોગને લઇને વિરોધ કર્યો છે તેના સંદર્ભમાં ચુડાસમાએ કહ્યું કે, ઘણી મુસ્લીમ, લઘુમતિ સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાય તે માટે અમારું આમંત્રણ છે અને તેઓ જોડાશે તેવી અમને આશા છે.

વિશ્વ યોગ દિનની ઉજવણી માટે આર્ટ ઓફ લિવિંગ, પતંજલી યોગ કેન્દ્રો, લકુલેશ યોગ યુનિવર્સિટી, બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા, બ્રહ્માકુમારીઝ, એસએજીના યોગ ઇન્સ્ટ્રક્ચર્સના નેતૃત્વ હેઠળ વધારાના પ્રશિક્ષકોને યોગ તાલીમ આપીને રાજ્યભરમાં લોકોને યોગ કરાવશે. આ પત્રકાર પરિષદમાં શિક્ષણ અને રમતગમત, સાંસ્કૃતિક બાબતોના રાજ્યપ્રધાન નાનુ વાનાણી, વાણિજ્ય વેરા કમિશનર પી.ડી. વાઘેલા, યુવક સેવા કમિશનર મનિષ ભારદ્વાજ, અમદાવાદ કલેક્ટર રાજકુમાર બેનિવાલ વગેરે હાજર રહ્યા હતા.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments