Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાઈ-બહેન સ્કૂલ બેગમાં કપડાં ભરીને રાજસ્થાનમાં પહોંચી ગયા

Webdunia
શનિવાર, 10 સપ્ટેમ્બર 2016 (13:11 IST)
અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતો એક 9 વર્ષનો ભાઇ અને 11 વર્ષની બહેન સ્કૂલ બેગમાં કપડાં ભરી નીકળી ગયા હતા. સાંજ સુધી બાળકો ઘરે ન આવતા તેમની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે પછી બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ભાઈ-બહેન રાજસ્થાનમાં રહેતા તેમના મામાના ઘરે પહોંચી ગયા છે.
સમગ્ર ઘટના મુજબ નિકોલ મહાવીરનગરમાં રહેતા લક્ષ્‍મીબહેન ડામોરે પોલીસને જણાવ્યું હતું કે, 5 સપ્ટેમ્બરે બપોરે અર્ચના (ઉં.11) અને તેનો ભાઇ સમીર (ઉં.9) ઘરેથી સ્કૂલ બેગમાં કપડાં ભરી નિકળી ગયા હતા. બંને તેમનાં દીદીના ઘરે જવાનું કહી નીકળ્યાં હતાં. તેઓની માતા નોકરી-ધંધાએ ગયા હતા અને સાંજે અર્ચના અને સમીર ઘરમાં જોવા ન મળતાં તેઓએ આસપાસમાં તપાસ કરી હતી, પરંતુ બંને મળી આવ્યાં ન હતાં. ઘરમાં તપાસ કરતાં બે જોડી કપડાં લઇ તેઓ જતાં રહ્યાં હતાં.  કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, ગુરૂવારે રાજસ્થાનમાં રહેતા તેના મામાનો ફોન આવ્યો હતો કે, અર્ચના અને સમીર રાજસ્થાન પહોંચ્યા છે. રાજસ્થાનથી પરત આવ્યા બાદ બંને ભાઇ બહેન કેવી રીતે રાજસ્થાન પહોંચ્યા તેની તપાસ કરાશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments