Webdunia - Bharat's app for daily news and videos

Install App

સનમની શોધ

Webdunia
N.D
પેદા થયો છુ તને ઢૂંઢવા તુંને સનમ !
ઉંમર ગુઝારી ઢૂંઢતા તુંને સનમ !

છે દુશ્મનો લાખો ભુલાવા રાહને
દુશ્મન બનાવી યાર અંજાયો સનમ !

ગફલત મહીં હુ, ઝાલિમો કાબિલ એ ;
જુદાઈ યારોની મઝા એને, સનમ !

જે રાહદારીમાં અમોને લૂંટતુ,
ઉમેદ બર આવો નહી એની, સનમ 1

પાંચે નમાઝે ઝૂકતાં તારે કદમ
આડા ફરે છે બેખુદાઓ એ, સનમ !

છો દમબદમ ખંજર રમે તારુ દિલે;
કાફર તણું કાતિલ ખેંચી લે સનમ !

તું માફ કર દિલદાર, દેવાદાર છુ;
છે માફ દેવાદારને મારા, સનમ

કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ તને;
ગુઝરાનનો ટુકડો ઘટે દેવો સનમ ;

પેદા થઈને ના ચૂમી તારી હિના;
પેદા થયો છુ મોતમાં જાણે સનમ

શાને કસે છે મુફત આ લાચારને ?
દાવો સુનાનો છે હમારો ના, સનમ !

પથ્થર બની પેદા થયો છુ પહાડમાં,
છુ ચાહનારો એય તુંથી છુ, સનમ !


( કલાપીનો કાવ્ય કલાપમાંથી )

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

Show comments