Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન

Webdunia
N.D
તારા બહુ ઉપકાર રસીલી, તારા બહુ ઉપકાર;
તું ઉરનો ધબકાર, રસીલી, તું અશ્રુની ધાર,

આ દિલડાંનુ ઝેર હળાહળ તું વિણ કો ગળનાર,
બહુ દુખિયો પણ દુ:ખ શુ રોશે ? રોતાં ન મળે પાર.

રોતો ત્યારે ખોળે તારે શીર્ષ હતું દિલદાર !
સહુ ત્યજી ચાલ્યા, તું સુખણી થા, જીવીશ વિણ આધાર.

વીત્યાં સાથે તું વીતી જા, વીત્યાં સ્વપ્ન હજાર;
મારાં આંસુ તારાં ગીતો ! પણ ક્યાં હવે સુણનાર ?

કોણ દબાવી જિગર નિચોવે ? મારો હું જ પુકાર;
આ દિલ સખ્ત થયુ, તુ કોમલ તારો ના અહી કાર,

કેમ હસાયે, કેમ રડાયે, દિલનો તૂટયો તાર !
તિટ્યું વીણા કેમ બજાવુ, એ બસૂરો ઝણકાર !

આંખ ગઈ છે, ક્યાં છે આંસુ ? શુ ગાશે સુનકાર ?
વિશ્વે છે ના શું એનુ એ ? છે ક્યાં એ રસધાર ?
હવે ક્યા છે એ મળનાર ?

તું રસહેલી, હું રસહીણો ! ભેટું છેલ્લી વાર !
પણ હજુ લેજે કદી કદી સાર !

હું ડૂબનારો, તુ તરનારી; તરતાને તું તાર !
અરેરેરે ! ડૂબતાને તજ પ્યાર !

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments