બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા દવા લાવનારા, ચા-કોફી આપનારા પૈસાની જોડતોડ કરનારા ........ એ પિતા હોય છે
સૌને લાવવા, લઈ જવા જાતે જ રસોઈ બનાવવી સર્જરી પછી પત્નીને તકલીફ ન થાય તેથી બાળક રડે તો આખી રાત જાગનારા ...... એ પિતા હોય છે
સારી શાળામાં એડમિશન માટે ભાગદોડ કરનારા ડોનેશન માટે ઉધાર લેનારા સમય પડે તો હાથ-પગ જોડનારા ........... એ પિતા હોય છે
કોલેજમાં સાથે જનારા, હોસ્ટેલ શોધવી ખુદ ફાંટેલી બનિયાન પહેરીને તમને નવી જીંસ અપાવનારા ... એ પિતા હોય છે
જૂના મોબાઈલથી કામ ચલાવી તમને સ્ટાઈલિશ મોબાઈલ આપનારા તમારા પ્રીપેડના પૈસા જાતે જ ભરનારા તમારી એક અવાજ સાંભળવા માટે તરસનારા ..... એ પિતા હોય છે
લવમેરેજ કરતા તમારાથી નારાજ રહેનારા બધુ સમજી વિચારીને કર્યુ છે ને ? કહીને તમારી પર ગુસ્સે થનારા પપ્પા તમને કંઈ સમજણ પડે છે ? સાંભળીને રડનારા .... એ પિતા હોય છે
છોકરી સાસરે જતી વખતે રડનારા મારી દિકરીને સારી રાખજો હાથ જોડીને આવી પ્રાર્થના કરનારા ... એ પિતા હોય છે