rashifal-2026

શિવાજીનું હાલરડું (Shivajinu Halradu)

Webdunia

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

 

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત

માતાજીને મુખ જે દીથી,

ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

 

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -

કાલે કાળાં જુદ્ધ ખેલાશે :

સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

 

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -

રહેશે નહીં, રણઘેલુડા !

ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

 

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -

કાયા તારી લોહીમાં ન્હાશે :

ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

 

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -

તે દી તારે હાથ રહેવાની

રાતી બંબોળ ભવાની….શિવાજીને…

 

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

 

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -

તે દી તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

 

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

 

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -

તે દી તારી વીરપથારી

પાથરશે વીશભુજાળી……શિવાજીને…

 

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

 

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -

જાગી વ્હેલો આવ, બાલુડા !

માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

 

જાગી વ્હેલો આવજે, વીરા !

ટીલું માના લોહીનું લેવા !

 

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

 

 

ઝવેરચંદ મેઘાણી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

AUS vs ZIM Cricket Score Updates: ઝીમ્બાબવે એ કર્યો મોટો ઉલટફેર, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલીયાને હરાવ્યું

ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ : ધોલેરામાં આકાર લઈ રહ્યું છે વિશ્વકક્ષાનું 'ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ'

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે 'જંગ': હવે ભાજપના પૂર્ણેશ મોદીને ટક્કર આપવા કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાનમાં

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 : 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો 'માસ્ટર પ્લાન' તૈયાર

7.97 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ભાઈ-બહેનની ધરપકડ, અમદાવાદથી બેંકોક સુધી ફેલાયા તસ્કરોના તાર

વધુ જુઓ..

ધર્મ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

Mahashivrarti 2026- મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

આગળનો લેખ
Show comments