Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે સોનિયા

Webdunia
ગુરુવાર, 9 ડિસેમ્બર 2010 (12:17 IST)
N.D
ઝારખંડ પ્રદેશ મહિલા કોંગ્રેસની રાષ્ટીય અધ્યક્ષ સોનિયા ગાંધીનો જન્મદિવસ ઉજવશે.

જો કે હિન્દુ ઘર્મસ્થળ વારાણસીમાં થયેલ બોમ્બ ધમાકાને કારણે સોનિયા ગાંધી પોતાનો જન્મદિવસ નથી ઉજવી રહી. સોનિયાનો જન્મદિવસ 9 ડિસેમ્બરના રોજ છે.

કોંગ્રેસ ભવનમાં દિવસના 2.30 વાગ્યે આયોજીત સમારંભમાં મહિલા કોંગ્રેસની તરફથી કેક કાપવામાં આવશે. આ માહિતી આપતા મહિલા કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ આભા સિન્હાએ જણાવ્યુ કે કેક કાપ્યા પછી નેતા અને કાર્યકર્તા ચંડરી વસ્તીમાં આવેલે રાજકીય વિદ્યાલયમા& જશે. બીજી બાજુ બાળકો માટે ચિત્રાંકન હરીફાઈ આયોજીત કરવામાં આવી છે.

હરીફાઈમાં પ્રથમ દ્વિતીય સ્થાન મેળવનારા પ્રતિભાગીઓને પુરસ્કૃત કરવામાં આવશે અને શાળાના બધા બાળકોમાં મીઠાઈઓનુ વિતરણ કરવામાં આવશે. બીજી બાજુ પ્રદેશના જુદા-જુદા જિલ્લામાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓને સોનિયા ગાંધીના જન્મદિવસ પર ઘણા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે.

જો કે સોનિયા દ્વાર જન્મદિવસ ન મનાવવાના નિર્ણયને ધ્યાનમાં રાખતા પાર્ટી મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ વિવિધ રાજ્યોના પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના નેતાને શુભેચ્છા પાઠવવા ન આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીના જન્મદિવસ નિમિત્તે નવ ડિસેમ્બરના રોજ સવારે દ્સ વાગ્યે સ્થાનીક કોંગ્રેસ ભવનમાં વિશાળ રક્તદાન શિવિર લાગવાનુ હતુ.

ગુરૂવારે 64 વર્ષ પૂરા કરી રહેલ સોનિયાએ પોતાના જન્મદિવસ પર કોઈપણ પ્રકારનુ આયોજન અને શુભેચ્છા પર રોક લગાવી દીધી છે. કોંગ્રેસના પદાધિકરીઓ કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી છે કે કોઈ આયોજન ન કરે. સાથે જ સરકારી મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ સંદેશ આપ્યો છે કે જન્મદિવસની શુભેચ્છા આપવાની ઔપચારિકતામાં સમય નષ્ટ ન કરે.

જન્મદિવસ ન મનાવવા હેઠળ કહેવામાં આવ્યુ છે કે જન્મદિવસ પર કાર્યક્રમોથી પાર્ટીનો સમય તો ખરાબ થાય જ છે, સાથે સાથે સામાન્ય જનતાને મુશ્કેલી પડે છે. ખાસ કરીને સોનિયાના રહેઠાણ 10, જનપથ પર શુભેચ્છા પાઠવનારાઓની જે લાઈન લાગે છે, તેનાથી વાહનવ્યવ્હાર જામ થવાથી સમય નષ્ટ થાય છે. જો કે આમ તો દર વર્ષે સોનિયા ગાંધી તરફથી કાર્યક્રમનુ આયોજન ન કરવાની અપીલ કરવામાં આવતી રહી છે, પરંતુ આ વખતે શુભેચ્છા માટે પણ 10,જનપથ કે કોંગ્રેસ કાર્યાલય ન આવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

શક્યત: ભ્રષ્ટાચારના મુદ્દા પર સંસદમાં મચાયેલા હંગામો અને દેશના રાજનીતિક હાલતને ધ્યાનમાં રાખતા આ વખતે સોનિયા ગાંધી થોડા વધુ સાવચેત છે.

સંસદથી બહાર સુધી જે પ્રકારનુ વાતાવરણ છે, તેમા કોંગ્રેસ અધ્યક્ષના જન્મદિવસને કોંગ્રેસી સંસ્કૃતિના અનુરૂપ ઉત્સવની જેમ ઉજવવામાં વિવાદ થવાની આશંકા છે.

કોંગ્રેસ કાર્યલયના સૂત્રો મુજબ સોનિયાના જન્મદિવસ નિમિત્તે કેટલાક કાર્યકર્તઓએ ત્યાં 64 કિલોનો કેક કાપવા અને બીજા આયોજનોની વ્યવસ્થા કરી હતી પરંતુ તેને પણ રદ્દ કરવામાં આવ્યા છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments