Biodata Maker

મોદીમાં હિમંત હોય તો દિલ્હીથી ચૂંટણી જીતી બતાવે - ટાઈટલર

ગુજરાત સમાચાર

Webdunia
ગુરુવાર, 28 નવેમ્બર 2013 (16:53 IST)
P.R


કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ટાઈટલરે ભાજપાના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. જો કે તેઓએ દલીલો કરતી વખતે પોતાનો સંયમ ગુમાવી બેસ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જગદીશ ટાઈટલર 1984મા દિલ્હીમાં સિખો વિરુદ્ધ થયેલા હુલ્લડોના મુખ્ય આરોપી રહ્યા છે. તેમણે ભાજપાના પીએમ પદન ઉમેદવાર નરેન્દ્ર મોદી પર હુમલો બોલતા કહ્યુ કે જો તેમની અંદર હિમંત હોય તો તેઓ દિલ્હી આવીને તેમની વિરુદ્ધ જીતી બતાવે.
ચૂંટણી વાતાવરણના જોશમાં ટાઈટલર અહી સુધી બોલી ગયા કે જો મોદીની સામે તેમને હારવુ પડશે તો તે ફાંસી પર પણ ચઢવા તૈયાર છે. જોશ એટલો હતો કે તેઓ યોગ્ય શબ્દોની પસંદગી કરવાનુ ભૂલી ગયા. તેમણે કહ્યુ, 'જો નરેન્દ્ર મોદીએ પોતાની માં નુ દૂધ પીધુ હોય તો તે યમુના પાર(પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્ર)થી ચૂંટણી લડીને બતાવે. જો હુ તેમના વિરુદ્ધ હારી ગયો તો ફાંસી પર ચઢી જઈશ.'

સિખ રમખાણો પર સફાઈ આપતા તેમને કહ્યુ કે જો તેમના વિરુદ્ધ આરોપ સાબિત થશે તો તે કોંગ્રેસ છોડી દેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

વધુ જુઓ..

નવીનતમ

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

Show comments