5
લાખથી વધુ લોકો આવે એવી આશા બીજેપી નેતા અને પ્રદેશ બીજેપીના પૂર્વ અધ્યક્ષ વિજય ગોયલના મુજબ 'અમને પાંચ લાખથી વધુ લોક્કો આવવાની આશા છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક તેમને જુએ અને સાંભળે, ઉપરથી રવિવાર છે તેથી ટીવી ચેનલ પોતાના દેશી-વિદેશી દર્શકો માટે મોદીના ભાષણનું સીધુ પ્રસારણ કરશે જ .જાપાની પાર્કમાં ટીવી ચેનલો માટે લાઈવ સ્ટુડિયો પણ બનાવાય છે.
મોદીની રેલી માટે મંચ થયો તૈયાર દિલ્હીમાં નરેન્દ્ર મોદીની રેલી મટે એલઈડી સ્ક્રીન સાથે વિશાળ મંચ અને મોદીનુ 100 ફુટ ઉંચુ કટઆઉટ તૈયાર કરવામાં આવ્યુ છે. પાર્ટી કાર્યકર્તાઓએ રેલી સ્થળ પર 40 ફુટ પહોળા અને 80 ફુટ લાંબા મંચને અંતિમ રૂપ આપ્યુ છે. રેલી સ્થળના પ્રવેશ પર જ મોદીના 100 ફુટ ઊંચા કટઆઉટ જોવા મળશે. સમગ્ર દિલ્હીમાં એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેનાથી રેલીનુ સીધુ પ્રસારણ થશે, રેલી સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે.
આયોજન સ્થળ પર ડેંગૂ નિરોધી અભિયાન નરેન્દ્ર મોદીની રેલીની પૂર્વ સંધ્યા પર ડેંગૂના સંકટથી આશંકતિ નગર નિગમ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળ પર મચ્છરોને મારવા માટે વિશેષ અભિયાન ચલાવ્યુ. ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા રજૂ એક રિપોર્ટ મુજબ ડીડીએના જાપાની પાર્કમાં મચ્છરોના ઉપદ્રવ વિશે જાણવા મળ્યુ છે. આ રોહિણી વિસ્તારમાં આવે છે, જ્યા ડેંગૂના લગભગ 400 કેસ આવી ચુક્યા છે.
બીજેપીના 1000થી વધુ કાર્યકર્તાઓ આ રેલીમાં પાણી અને મેડિકલ મદદ માટે હાજર છે. રેલીમા આવનારને કોઈ અસુવિદ્યા ન થાય તેનો પૂર્ણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. સમગ્ર જાપાની પાર્કમાં પંખાની વ્યવસ્થા છે. હવે જોવાનુ એ છે કે મોદી પોતાના વિરોધીઓને કેવી ટક્કર આપે છે.