Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથને તાવ આવી રહ્યો છે, ઈલાજ ચાલુ છે

Webdunia
મંગળવાર, 19 જૂન 2012 (12:31 IST)
21 જૂને પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનારી છે પણ ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન હાલમાં બીમાર છે. કસ્બેનુમા શહેરની વચ્ચે આવેલા મંદિરના દરવાજા છેલ્લા ૧પ દિવસથી બંધ છે કેમ કે અહીં વૈદ્યો ભગવાનનો ઇલાજ કરી રહ્યા છે. જેમાં ભગવાનને દશમૂલારિષ્‍ટથી બનાવાયેલી ગોળીઓ (લાડુ) અપાઇ રહી છે. આ ઉપરાંત જડીબુટ્ટીઓવાળા દુર્લભ પુલરી તેલની માલિશ પણ ભગવાનને કરાઇ રહી છે.
P.R

ચોંકી ના જશો, સાચે જ આવું થઇ રહ્યું છે. હકીકતમાં રથયાત્રા અગાઉ ૧પ દિવસ માટે ભગવાનને તાવ આવે છે. આ અંગે પંડિત ગૌરીશંકર શૃંગારીએ કહ્યું કે, વર્ષમાં એક જ વાર ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને તેમાં ભગવાનને ઠંડી લાગી જાય છે.

ભગવાનની જૂનની પૂનમે બીમાર થાય છે અને રથયાત્રાના થોડા સમય અગાઉ સ્વસ્થ થઇ જાય છે. ર૧ જૂને નીકળનારી રથયાત્રા અગાઉ ર૦મીએ ભગવાન દર્શન આપશે. અને જ્યાં સુધી ભગવાનનો આ ઇલાજ ચાલે છે ત્યાં સુધી દર્શન માટે ભગવાનને બદલે તેમની પ્રતિકૃતિ રાખવામાં આવે છે, જેનાં દર્શન મોટા દરવાજાના નાનાં નાનાં છિદ્રોમાંથી ૧૦ રૂપિયા ચૂકવીને કરી શકાય છે.

ઉપચાર કરનારું અલગ મંત્રાલય...

ભગવાનના ઇલાજ માટે પૂજારીઓનું અલગ જૂથ છે. તેઓ જડીબુટ્ટીઓના જાણકાર હોય છે અને જગન્નાથ મંદિરમાં એક મંત્રાલયની જેમ કામ કરે છે, તેમાં ૩૬ વિભાગ હોય છે. તમામ પંડિતોને તેમના ઇતિહાસ અને પૌરાણિક માન્યતાઓને આધારે જવાબદારી સોંપવામાં આવે છે. ખાવાનું બનાવનારા, ઉપચાર કરનારા, શણગાર કરનારા તમામ અલગ-અલગ પૂજારી હોય છે. દવા આપનારા પૂજારીને દૈત્યા કહેવાય છે અને શૃંગાર કરતા પૂજારીના નામ આગળ શૃંગારી લગાવાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments