Dharma Sangrah

પત્રકારની રાષ્ટ્રપતિ પાસેથી મૃત્યુંની માંગ

Webdunia
ગુરુવાર, 17 જાન્યુઆરી 2008 (11:16 IST)
W.DW.D

લખનૌથ ી અરવિં દ શુક્લા. રાજધાનીના એક પત્રકારે સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગના આગળ પડતાં ઓફીસરોથી હેરાન થઈને રાષ્ટ્રપતિ પાસેથી આગામી 26 જાન્યુઆરી, 2008 સુધી પરિવાર સહિત ઈચ્છા મૃત્યુંની માંગણી કરી છે જેથી કરીને તે ગણતંત્રના પવિત્ર દિવસે શાંતિની સાથે સહપરિવાર પોતાના જીવ આપી શકે.

મનોરમા કંપાઉંડ, સિંધુનગર (લખનૌ) રહેવાસી પત્રકાર શૈલેશ ત્રિપાઠીએ મહામહિમ રાષ્ટ્રપતિને ગઈ 28 ડિસેમ્બરે પત્ર લખીને જણાવ્યું હતું કે તેણે વર્ષ 2003માં રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગમાં દેશદ્રોહ અને ભ્રષ્ટાચારમાં લપેટાયેલા અધિકારીઓની વિરુધ્ધ પત્રિકા પ્રેડીકેટ મીડિયામાં અભિલેખીય સાક્ષી સહિત સમાચાર પ્રકાશિત કર્યા હતાં ત્યાર બાદ વિભાગના આગળ પડતાં અધિકારીઓએ એકત્રિત થઈને પોતાના પ્રભાવ તેમજ ધન-બળના આધારે શાસન, પ્રશાસન અને અન્ય અધિકારીઓની સાથે મળીને પત્રકાર તેમજ તેના પરિવારના લોકોને હેરાન કરવાની શરૂઆત કરી દિધી છે. માનવામાં આવે તેવું છે કે રાજકીય ઉડ્ડયન વિભાગનો આ અધિકાર હવે સત્તાના સર્વોચ્ચ શિખરે બિરાજેલ છે.

ત્રિપાઠીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે સરકારના ઉચ્ચ અધિકારીઓ પોલીસ તેમજ માફિયાઓ દ્વારા પણ તેને હેરાન કરાવવાની શરૂઆત કરી છે અને ખોટી રીતે તેની ઉપર કાનપુર જીલ્લામાં કેસ દાખલ કરાવીને એકપક્ષીય કાર્યવાહી કરતાં માનવાધિકારોનો વધ કરીને પોલીસના માધ્યમથી પણ તેઓ તેને હેરાન કરાવી રહ્યાં છે. આ જ અધિકારીઓના કહેવા પર તેને પાછલાં મહિને પકડાવીને જેલ પણ મોકલ્યો હતો. હવે આ પત્રકારનું કહેવું છે કે હવે તેને સહપરિવાર જીવથી મારી નાંખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં ત્રિપાઠીએ જણાવ્યું છે કે તે ન્યાય મેળવવાની આશાની સાથે લખનૌ, કાનપુરની જીલ્લા અદાલતો તેમજ ઉચ્ચ ન્યાયાલયની ઈલાહાબાદ તેમજ લખનૌ ખંડપીઠમાં પણ ગયો હતો પરંતુ તેને ન્યાય મળ્યો ન હતો.

ત્રિપાઠીનું કહેવું છે કે જ્યારથી તેણે રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગથી સંબંધિત સમાચાર છાપ્યા છે તેમજ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના તપાસના હેતુંથી સીબીઆઈને પ્રમાણ સહિત અભિલેખ છાપ્યાં ત્યારથી તેની તેમજ તેના પરિવારના લોકોની પોલીસ, માફિયાઓ, શાસન, પ્રશાસન અને અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાઈ રહી છે. તેણે એવી શંકા વ્યક્ત કરી છે કે આ લોકો ગમે ત્યારે તેને અને તેના પરિવારજનોને કોઈ પણ ક્ષણે ઘટના કે દુર્ઘટનાની અડફેટમાં લઈને હત્યા કરાવી શકે છે.

વધુમાં તેણે પત્રમાં લખ્યું છે કે તે તેમજ તેનો પરિવાર તડપી-તડપીને મરવા માંગતો નથી. તેણે ન્યાય મેળવવાની આશાથી રાષ્ટ્રપતિને અરજી કરી છે કે તે દયા કરતાં તેને તેમજ તેના પરિવારજનોને સહસન્માન પ્રાણ ત્યાગવાના હેતુથી ઈચ્છા મૃત્યુંની મંજૂરી આપવાની કૃપા કરે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments