Webdunia - Bharat's app for daily news and videos

Install App

પટિયાલાની નવનીત કૌર ઢિલ્લન બની મિસ ઈંડિયા 2013

Webdunia
સોમવાર, 25 માર્ચ 2013 (12:03 IST)
P.R

ક્રિકેટની દુનિયામાં જ્યા મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચી દીધો છે, તો બીજી બાજુ ગ્લેમર વર્લ્ડૅમાં પટિયાલાની નવનીત કૌર ઢિલ્લન (20)એ પણ પોતાના કેરિયરમાં અત્યાર સુધી સૌથી ઉંચો મુકામ મેળવી લીધો છે. નવનીત રવિવારે પોંડ્સ ફેમિના મિસ ઈંડિયા વર્લ્ડ 2013ની વિજેતા બની ગઈ છે. સોમિના ડુલિપાલા બીજા અને જોયા અફરોજ ત્રીજા નંબર પર રહી.

મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ નવનીત હવે વિશ્વ સુંદરીની સ્પર્ધામાં પણ ભાગ લેશે. આ પ્રતિયોગિતમાં પ્રિયંકા ચોપરા, એશ્વર્યા રાય, આફતાબ શિવદાસાની ને વિવેક ઓબરોય પણ આવ્યા હતા. આ ઉપરાતં જજીસની પેનલમાં ક્રિકેટર યુવરાજ સિંહનો પણ સમાવેશ થતો હતો.

નવનીત કૌર મમીડિયા સ્ટુડન્ટ છે. આ સ્પર્ધામાં તે અન્ય પાંચ સુંદરીઓ પણ સાથે હતી. સ્પર્ધામાં જ્યારે તેને છેલ્લો સવાલ કરવામાં આવ્યો કે, જો આજે તેનું મૃત્યુ થઈ જાય તો નવનીતને શેનો ખેદ રહેશે? ત્યારે નવનીતે કહ્યું કે, મેં આજ સુધી સમાજ માટે કશું જ કર્યું નથી. હું મહિલા સશક્તિકરણ, બાળકો માટે તથા સમાજના કુરિવાજોને ડામવા કામ કરવા માંગુ છુ.

આ વર્ષે મિસવલ્ડ સ્પર્ધાને 50 વર્ષ પૂરા થતા હોવાથી આ સ્પર્ધાના આયોજકોએ વિશેષ આયોજન કર્યા છે. ચંદીગઢની જ અન્ય એક સુંદરી અક્ષિતા અગ્નિહોત્રીને મિસ બ્યુટીફૂલ લિપ્સનો ખિતાબ મળ્યો હતો. જ્યારે નવનીતને મિસ ઇન્ડિયાની સાથે મિસ ગ્લોઇંગ સ્કિનનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments