Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશની નવી સરકાર માટે શુભ સંકેત

દેશની નવી સરકાર માટે શુભ સંકેત

Webdunia
મંગળવાર, 20 મે 2014 (13:35 IST)
લોક્સભાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ શાનદાર જીત ક્રેડીટ રેંકીંગ મામલે શુભ સંકેત લઈને આવી છે. દેશમાં 30 વર્ષ બાદ કોઈ એક પક્ષની સ્થિર સરકાર રચાવાના સંકેતોએ દેશની આર્થિક સમસ્યા હલ થવાનાં સંકેત આપ્યા છે. કારણ કે ગ્લોબલ રેંટિગ્સ સંસ્થા મુડીજે જાહેર  કરેલ એક નિવેદનમાં ભારતનું ક્રેડીટ રેંકીગ સુધારવાના સંકેત આપ્યા છે. ગ્લોબલ     રેંટિગ્સ સંસ્થા મુડીજે જાહેર  કરેલ રિપોર્ટમાં ભારતને "સ્થિર આઉટલુક"ની સાથે "બીએએ3" રેંટીંગ આપ્યું છે. જે લઘુત્તમ નિવેશ ગ્રેડ રેંટિંગ છે.

મુડીજના ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ ક્રેડિટ અધિકારી વિકાસ હલનને તેમનું નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્પોરેટ અને મૂળભૂત ઢાંચા  સંબંધી નિધીગત નિર્ણયમાં ઝડપ આવશે ભારતમાં અત્યારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અટવાયેલા છે. નવી સરકારની રચના બાદ તેનો નિકાલ આવશે.

જે દેશમાં કાર્પોરેટ સેકટરની ક્રેડીટ રેંકીંગ માટે લાભદાઈ રહેશે. મુડીજે વધુમાં ઉમેર્યુ હતુઅ કે સાર્વજનિક બેંકો માટે સકારાત્મક પરિવર્તન આવવાની શરૂઆત 2015થી થશે અને રોકાણકારો પર ચૂંટણીના પરિણામોની અસર તત્કાલીક ઘોરણે જોવા મળશે જેના લીધે શેરબજારમાં તેજી આવશે અને રૂપિયાની પણ સ્થિતી વધુ મજબૂત બનશે.

ભજપની જીતના પગલે સેંસેક્સમાં છેલ્લા એક સ્પતાહમાં 18 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે સારા તાલમેલના કારણે મોટા પ્રોજેકટો માટે જમીન સંપાદન  કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ સાથે મુડી જેઆશા વ્યક્ત કરી છે કે નવી સરકાર ગેસની કિમતોમાં વધારો કરશે. જેથી તેલ અને ગેસ કંપનીઓને ફાયદો થશે.   

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments