Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં 5 રૂ અને મુંબઈમાં 12 રૂપિયામાં ભરપેટ ભોજન - કોંગ્રેસી

Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2013 (15:25 IST)
P.R
દેશના નેતા કેટલા સંવેદનહીન થઈ ગયા છે, તેનુ એક ઉદાહરણ સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના નેતા રશ ીદ મસૂદ અને રાજ બબ્બર છે. રશીદ મસૂદનું માનીએ તો દિલ્હીમાં માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે. આ પહેલા કોંગ્રેસ પ્રવક્તા રાજ બબ્બરે આ દાવો કર્યો હતો કે આજે પણ મુંબઈમાં પુર્ણ ભોજન 12 રૂપિયામાં કરવુ શક્ય છે.

ગરીબી યોજના આયોગના તાજા આંકડાઓને યોગ્ય ઠેરવવા માટે કોંગ્રેસીઓ આવા નિવેદનો આપી રહ્યા છે. ગુરૂવારે જ્યારે રશીદ મસૂદને ગરીબી રેખાના માપદંડ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે દિલ્હીમાં લોકો માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકે છે.

આ પહેલા બુધવારે બબ્બરે એઆઈસીસી બીફિંગમાં પ્રશ્નોના જવાબમાં આ વાત સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યુ કે કિમંતો વધવા છતા ગરીબી ઘટી છે.

કોંગ્રેસ પ્રવક્તાને ગરીબી નિર્ધારણ કરવા માટે વ્યય સીમાના ન્યૂનતમ કટઓફ વિશે પણ પૂછવામાં આવ્યુ હતુ અને એ પણ પૂછવામાં આવ્યુ હતુ કે કેવી રીતે કોઈ ગરીબ 28 રૂપિયા કે 32 રૂપિયા રોજ ખર્ચ કરીને બે સમયે પેટભરીને જમી શકવામાં સક્ષમ બની શકે છે.


બબ્બરે કહ્યુ, લોકોને દિવસમાં બે વાર ભરપેટ ભોજન મળવુ જોઈએ, એ કેવી રીતે મેળવી શકે છે. આ એક બહુ સારો પ્રશ્ન છે. જે તમે પૂછ્યો છે. આજે પણ મુંબઈ શહેરમાં હું 12 રૂપિયામાં એક સમયનુ પુર્ણ ભોજન કરી શકુ છુ, એ પણ વડાપાવ નહી. ભરપેટ દાળ-ભાત અને શાક.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments