Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુનાઓ ડિટેક્ટ કરવા ગણતરીની સેકન્ડોમાં જાણકારી ઉપલબ્ધ થશે

Webdunia
સોમવાર, 21 જુલાઈ 2014 (12:52 IST)
શહેર-જિલ્લાના વાહનો સંબંધી તમામ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે શહેર ક્રાઇમ બ્રાંચે એક રામબાણ ઇલાજ સમુ એકલવ્ય મોબાઇલ (એનરોઇડ) સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે. જેનાથી માત્ર એક જ કલિકથી ગણતરીની સેકન્ડોમાં વાહન સંબંધી તમામ માહિતી અને જાણકારી ઉપલબ્ધ બનશે. દેશમાં આ પ્રકારનું સૌપ્રથમ સોફ્ટવેર છે કે જેનો ક્રાઇમબ્રાંચે ઉપયોગ શરૃ કર્યો છે. આ સોફ્ટવેરના કારણે વાહનસંબંધી ગુનાઓ ઉકેલવામાં બહુ મોટી મદદ મળશે. ટ્રાફિક પોલીસ, પીસીઆર વાન, તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઇલમાં આ સોફ્ટવેર નાંખવાની કવાયત હાથ ધરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં તબક્કાવાર રીતે ગુજરાતના તમામ પોલીસમથકોમાં આ મોબાઇલ સોફ્ટવેર એપ્લિકેશન અમલી બનાવાશે.

શહેર ક્રાઇમ બ્રાંચના ડીસીપી હિમાંશુ શુકલાએ અત્રે એક પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ એકલ્વય મોબાઇલ સોફ્ટવેર ખુદ દિલીપ ઠાકોર નામના કોન્સ્ટેબલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે કે જેના દ્વારા અગાઉ પણ આ પ્રકારની નાની-મોટી ઉમદા કામગીરી પોલીસતંત્ર માટે કરવામાં આવી છે.  આ સોફ્ટવેર અનુસંધાનમાં અમદાવાદ સહિત ગુજરાતભરના વાહનોના ડેટા ફીડ કરાયા છે.

શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લાના વાહનોનો સને ૧૯૯૯થી લઇ આજદિન સુધીના આરટીઓમાં નોંધાયેલા એક કરોડ, ૧૪લાખ, ૧૬હજાર, ૯૧ વાહનોનો ડેટા એકત્ર કરાયો છે. તદુપરાંત, ૧૯૬૦થી લઇ ૧૯૯૯ સુધીના વાહનોનો ડેટા સ્કેનીંગ કરાયો છે. આ સિવાય નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો(એનસીઆરબી)માથી પણ વાહનોના ડેટા મેળવાયા છે, જેના કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે, અહીં પકડાયેલું કોઇ વાહન દિલ્હી સહિત દેશના અન્ય શહેરના કોઇ ગુનામાં ઉપયોગમાં લેવાયું હશે તો પણ તેની આ સોફ્ટવેરની મદદથી તરત જ ખબર પડી જશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સોફ્ટવેરની વિશેષતા એ હશે કે, મોબાઇલ સોફ્ટવેર એપ્લિકેશનમાં માત્ર કોઇપણ વાહનનો નંબર કે સંબંધિત માહિતી નાંખવાથી તે વાહનમાલિકનું નામ, સરનામું,આરટીઓ નંબર, એન્જિન નંબર, ચેસીસ નંબર, મોડેલ નંબર, વાહનનો કલર, વાહન અંગેનો જે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હશે તે પોલીસ સ્ટેશનનું નામ સહિતની તમામ વિગતો તાત્કાલિક જ જાણવા મળી જશે. જેના કારણે પોલીસને ચોરી, લૂંટ સહિતના ગુનાઓ કે જેમાં કોઇપણ વાહનનો ઉપયોગ થયો હશે તો તેનો ભેદ ઉકેલવામાં બહુ મદદ મળી રહેશે. દેશભરમાં અમદાવાદ અને ગુજરાત માટે આ સોફ્ટવેરનો સૌપ્રથમ ઉપયોગ કરાયો હોઇ તે આપણા સૌ માટે ગર્વની વાત છે. હાલ ક્રાઇમબ્રાંચના તમામ અધિકારીઓ ઉપરાંત, ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેરના સાત પોલીસ મથકોના અધિકારીઓને આ મોબાઇલ સોફ્ટવેર એપ્લિકેશન આપવામાં આવી છે, જેનાથી તેઓ વાહન સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવાની કામગીરી કરી શકશે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ મથકો અને અન્ય જરૃરી શાખા તેમ જ ત્યારબાદ રાજયના તમામ પોલીસ મથકોમાં તબક્કાવાર આ સોફ્ટવેર એપ્લિકેશન અમલી બનાવવામાં આવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments