Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્‍યાં મૂછનો વાળ અને ક્‍યાં પૂંછનો વાળઃ શિવરાજ સિંહનો સલમાન ખુર્શીદ પર કટાક્ષ

Webdunia
શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (12:50 IST)
P.R

લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ નેતાઓ એકબીજા પર શાબ્‍દિક પ્રહારો કરી રહ્યા છે. કેન્‍દ્રીય વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીને ‘નપુસંક' કહ્યા. જેના પર ભારે હોબાળો મચી ગયો હતો.

આ મુદ્દે વિફરેલી ભાજપે કહ્યુ કે, કોંગ્રેસી નેતા હારની બીકે શબ્‍દોની પસંદગી કરવામાં ભૂલો કરી રહ્યા છે અને મર્યાદા ભૂલીને ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે સલમાન ખુર્શીદે માફી માંગવાનો ઇન્‍કાર કરી દીધો અને તેના નિવેદન પર સ્‍થિર રહ્યા હતા.

પરંતુ સાંજ થતા થતા આ વખતે ભાજપ તરફથી વાંધાજનક નિવેદન આવ્‍યું અને કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવવામાં આવ્‍યા. ગઇકાલે એશિયાના સૌથી મોટા સૌર ઉર્જા પ્‍લાન્‍ટનું ઉદ્‌ઘાટન કરતા મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર હુમલો કર્યો અને કહ્યુ કે, તેના અને મોદી વચ્‍ચે કોઇ તુલના થઇ શકે નહીં. શિવરાજે કહ્યુ કે, ક્‍યાં નરેન્‍દ્ર મોદી અને ક્‍યાં રાહુલ ગાંધી? કોઇ જ સરખામણી નથી. અમારે ત્‍યાં કહેવત છે કે ક્‍યાં મૂછનો વાળ અને ક્‍યાં પૂંછનો વાળ. જેમાં કેન્‍દ્રમાં મંત્રી બનવાનું સાહસ નથી, તે વડાપ્રધાન શું બનશે? જ્‍યારે શિવરાજ આ નિવેદન આપી રહ્યા હતા. ત્‍યારે મોદી પણ એ મંચ પર જ હાજર હતા.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments