Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તર પ્રદેશ :યુવતી પર ગેંગરેપ બાદ જીવતી સળગાવી, યુવતીનું મોત

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2013 (11:46 IST)
.
P.R
ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવના રાજમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારોનો રોજ નવો કેસ બની રહ્યો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવના ગઢ ઈટાવામાં એક યુવતીના પ્રેમીએ પોતાના મિત્રો સાથે મળીને તેની સાથે ગેંગરેપ કર્યો અને પછી તેને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો. આ પહેલા પ્રતાપગઢમાં બળાત્કારની શિકાર એક યુવતીની જીભ કાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેથી તે બળાત્કારી વિરુદ્ધ કોર્ટમાં નિવેદન ન આપી શકે.

ઈટાવા જિલ્લાના ઈકદિલ પોલીસચોકી ક્ષેત્રમાં ગેંગરેપ પીડિત જે યુવતીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તેને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે, જ્યા તેની હાલત નાજકુ બતાવવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં પીડિતાના પરિવારની ફરિયાદ પર સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ યુવતીનો છેલ્લા ઘણા વર્ષથી એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. હવે યુવતીએ આરોપ લગાવ્યો કે તેનો પ્રેમી લગ્નની વાત ટાળી રહ્યો હતો. પરંતુ 10 જુલાઈના રોજ તેણે યુવતીને પોતાના ઘરે બોલાવી અને પોતાના મિત્રો સાથે મળીને તેનો ગેંગરેપ કર્યો.

જ્યારે પીડિતાએ તેની ફરિયાદ કરવાની વાત કરી તો આરોપીઓએ તેના પર કેરોસીન નાખીને તેને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments