Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદ સામે યુધ્ધની જેમ લડવું પડશે : મોદી

ભાષા
શુક્રવાર, 29 ઑગસ્ટ 2008 (19:35 IST)
N.D
નવી દિલ્હી. આતંકવાદને પરોક્ષ યુધ્ધ તરીકે ગણાવી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ આતંકવાદના સામના માટે યુધ્ધની જેમ લડવું પડશે એવી હાકલ કરી છે.

વડાપ્રધાન મનમોહનસિંહ અને કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટીલ સાથે મુલાકાત કરી આતંકવાદ વિરોધ ગુજરાતે તૈયાર કરેલા કાયદાને મંજૂરી આપવાની માંગ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આતંકવાદ આજે પરોક્ષ યુધ્ધ બની ગયું છે. આપણે તેને યુધ્ધની જેમ લડવું પડશે.

  જે ગતિથી આતંકવાદ ફાલી રહ્યો છે એને રોકવા માટે આપણે મતના રાજકારણને છોડીને વ્યાવહારિક દ્રષ્ટ્રિ કેળવણી જોઇએ.       
નરેન્દ્ર મોદી,
જે રીતે યુધ્ધના સમયે બધા રાજનૈતિક મતભેદો વિસારે પાડી વિદેશ નીતિ અંગે રાજકારણ ખેલાતું નથી એવી જ રીતે આતંકવાદ વિરૂધ્ધની લડાઇમાં પણ કોઇ રાજકારણ ખેલાવું ના જોઇએ.

આંતવાદ માનવતા વિરોધી....
આતંકવાદને માનવતા વિરોધી ગણાવી તેમણે કહ્યું કે, જ્યારે આપણે યુધ્ધ લડીએ છીએ ત્યારે તમામ નાગરિકો નિયમોનું પાલન કરી સહયોગ આપે છે.એવી જ રીતે આ પરોક્ષ યુધ્ધ લડતી વખતે નિયમોનું પાલન કરવું જોઇએ. યુધ્ધના સમયે જ્યારે અંધારપટ હોય છે ત્યારે તમામ લોકો તેનું પાલન કરતા હોય છે. એવી જ રીતે આ સંઘર્ષમાં પણ તમામ નિયમોનું પાલન કરવું જોઇએ.

હવે, મત બેંક ભુલો....
આતંકવાદનો ખાત્મો કરવા દ્રઢ રાજનીતિક ઇચ્છાશક્તિને જરૂરી ગણાવી તેમણે કહ્યું કે, જે ગતિથી આતંકવાદ ફાલી રહ્યો છે એને રોકવા માટે આપણે મતના રાજકારણને છોડીને વ્યાવહારિક દ્રષ્ટ્રિ કેળવણી જોઇએ.

ગુજરાત એક ઉદાહરણરૂપ...
ગુજરાત આ વાતનું ઉદાહરણ છે કે આતંકવાદની ઘટનાઓને અંજામ આપનારાઓને કેવી રીતે શોધી કાઢ્યા અને તેમને ન્યાયના કઠેડામાં લાવી ઉભા કરી દીધા છે. મોદીએ કહ્યું કે કોઇ પણ એવું કામ એવું ના થાય કે જેનાથી પોલીસ અને સેનાનું મનોબળ ઘવાય.

મજબૂત કાયદો જરૂરી...
તેમણે ગુજરાતે તૈયાર કરેલા ગુના નિયંત્રણ કાયદાને તાત્કાલિક અસરથી મંજૂર કરવા કેન્દ્ર સામે માંગ કરતાં કહ્યું કે, પોલીસને અત્યાધુનિક એક-47 જેવા હથિયારો આપવા સાથે તેને મજબૂત કાયદો આપવાની પણ જરૂરત છે કે જેથી વધતા જતા આતંકવાદને કાબુમાં લઇ શકાય.

હવે સ્થાનિક બોમ્બરો...
મોદીએ કહ્યું કે, હાલના સમયમાં આતંકવાદનું નવુ રૂપ સામે આવી રહ્યું છે. અગાઉ આતંકી ઘટનાઓને અંજામ આપવાવાળા વિદેશી હતા. જ્યારે હવે આના માટે સ્થાનિક લોકોને ઉપયોગ કરવામાં આવે છે. જે એક ખતરનાક પ્રવૃતિ છે. જેના ઉપર કાબુ મેળવવો મોટો પડકાર છે.

લોક સહકાર જરૂરી...
સુરક્ષા તપાસમાં લોકોના સહયોગને મહત્વનો જણાવતા તેમણે કહ્યું કે, આતંકવાદ એક મહામારી જેવો છે. રોગથી બચવા લોકો શરીરની તપાસ કરાવવા હોસ્પિટલ જાય છે અને એનાથી બચવા સર્તક રહે છે એવી રીતે આતંકવાદથી બચવા માટે સુરક્ષા તપાસમાં સહયોગ આપવો જોઇએ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments