મુંબઈની જાણીતી હાજી અલી દરગાહમાં હવે મહિલાઓને પણ એંટ્રી મળશે. શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા ટ્રસ્ટ તરફથી પ્રવેશ પર રોકને બિનજરૂરી માની અને બૈન હટાવી લીધો છે. નવ જુલાઈના રોજ બે જજોની બેંચના મામલામાં અંતિમ સુનાવણી થઈ હતી.
બંનેને પરસ્પર સહમતિની તક મળી હતી
તેમણે હાઈકોર્ટને સૂફી સંત હાજી અલીના મકબરા સુધી મહિલાઓના પ્રવેશની મંજુરી માંગી હતી. કોર્ટે બંને પક્ષોને પરસ્પર સહમતિ દ્વારા મામલો ઉકેલવા પણ કહ્યુ, પણ દરગાહના અધિકારી મહિલાઓના પ્રવેશ ન કરવા દેવા પર અડી છે.
ટ્રસ્ટે પોતાના તર્કમાં શુ કહ્યુ - દરગાહના ટ્રસ્ટનુ કહેવુ છે કે આ પ્રતિબંધ ઈસ્લામનો અભિન્ન અંગ છે અને મહિલાઓને પુરૂષ્જ સંતોની કબર અડવાની મંજુરી નથી આપી શકાતી. જો આવુ થાય છે અને મ અહિલાઓ દરગાહની અંદર પ્રવેશ કરે છે તો આ પાપ કહેવાશે.
બીજી બાજુ રાજ્ય સરકારે કોર્ટને કહ્યુ કે મહિલાઓને દરગાહના અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરવાથી ત્યારે રોકવા જોઈએ જ્યારે કુરાનમાં આવો ઉલ્લેખ હોય. સરકારે કહ્યુ, 'દરગાહમાં મહિલાઓના પ્રવેશ પર રોકને કુરાનના વિશેષજ્ઞોના વિશ્લેષણના આધાર પર યોગ્ય નથી કહી શકાતી.'