Webdunia - Bharat's app for daily news and videos

Install App

#નોટબંધી પછી થયેલ પેટાચૂંટણી પરિણામ: MP, અસમ, અરુણાચલમાં BJP જીતી, મંત્રી બોલ્યા-સાબિત થયુ જનતા મોદી સાથે

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2016 (15:57 IST)
દેશના છ રાજ્યો પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, અસમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં 4 લોકસભા સીટો અને વિધાનસભાની 9 સીટો પર પેટાચૂંટણીની મતગણતરી મંગળવારે સવારે 8 વાગ્યે શરૂ થઈ. પોંડિચેરીના નેલ્લીથોપુ સીટ પરથી મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા વી. નારાયણસામીએ જીત નોંધાવી છે. 
 
- અસમની બૈઠલાંસોમાં બીજેપીના ડૉ. માનસિંહ રોંગપીએ જીત નોંધાવી છે. રોંગપી 12 જુલાઈના રોજ કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા હતા. ત્યારબાદ આ સીટ ખાલી થઈ ગઈ હતી. 
- તંજાવુર સીટ પર AIADMK કે એમ. રેંગાસામીએ જીત નોંધાવી છે. 
- અરુણાચાલ પ્રદેશની હ્યૂલાંગ વિધાનસભા સીટ પર બીજેપીએ જીત નોંધાવી છે. અહી પૂર્વ સીએમ કલિખો પુલની પત્ની દસાંગલૂ પુલે ઈંડિપેંડેંટ કૈડિડેટ યોંપી ક્રી કોને હરાવ્યા. 
- મોદી સરકારમાં મંત્રા અનંત કુમારે કહ્યુ, "પેટાચૂંટણીના પરિણામો દ્વારા સાબિત થયુ કે જનતા હજુ પણ મોદી સાથે છે" 
- મધ્યપ્રદેશની શહડોલ લોકસભા સીટ પરથી બીજેપી જીતી 
- વેસ્ટ બંગાળના તમલુકથી ટીએમસીના દેવેન્દૂ અધિકારી 4,97,528 વોટથી જીત્યા. 
- મધ્યપ્રદેશની નેપાનગર અસેંબલી સીટ બીજેપીએ જીતી લીધી છે. બીજેપીની મંજૂ દાદૂએ 40600 વોટોથી જીત નોંધાવી 
- મહારાષ્ટની 6 એમએલસી સીટૅમાં કોંગ્રેસ-બીજેપીને બે, એનસીપી અને શિવસેનાને એક એક સીટ મળી 
- અસમની લખીમપુર લોકસભા સીટ પર બીજેપી 24 હજારથી વધુ વોટોથી આગળ.. કોંગ્રેસ બીજા નંબર પર 
- મધ્યપ્રદેશની શહડોલ લોકસભા સીટ પર 10800 વોટ અને નેપાનગર વિધાનસભા સીટથી 10 હજાર વોટથી બીજેપી કૈંડિડેટ્સ આગળ 
- કોંગ્રેસે પોંડિચેરીના નલ્લીથોપ્પે વિધાનસભા સીટ પર જીત મેળવી લીધી છે. 
- ત્રિપુરામાં સીપીએમ બંને સીટ બરજાલા અને ખોવાઈ વિધાનસભા જીતી 
- પશ્ચિમ બંગાળમાં બધી સીટો પર ટીએમસી આગળ 
- યવતમાલમાં શિવસેનાના તાનાજી સાવંતે એમએલસીની સીટ જીતી લીધી છે. 
-  મધ્યપ્રદેશના બુરહાનપુર જીલ્લાની નેપાનગર વિધાનસભામાં બીજેપી લગભગ જીતના નિકટ છે. 15માં રાઉંડમાં બીજેપી 28 હજારથી ભાજપા આગળ ચાલી રહી છે. કુલ 21 રાઉંડ હશે. 
 
- મધ્યપ્રદેશ શહડોલ લોકસભામાં નવમાં રાઉંડ પછી લગભગ 26 હજાર મતથી બીજેપે આગળ. નેપાનગર વિધાનસભામાં પણ બીજેપીની જીત નિશ્ચિત. 
 
- ત્રિપુરાને બરજાલા અને ખોવાઈ વિધાનસભા સીટો પર પેટાચૂંટણીમાં CPI(M) એ બંને સીટો પર બાજી મારી. 
 
- પશ્ચિમ બંગાળમાં કૂચબિહાર લોકસભા સીટ પર મમતા બેનર્જીની પાર્ટી આગળ ચાલી રહી છે. તમિલનાડુમાં તિરુપ્પરાકુંદ્રમ અને અરાવકુરિચિ પર AIADMK આગળ ચાલી રહી છે. 
 
- અસમમાં લખીમપુર લોકસભા સીટ પર મમતા બેનર્જીની પાર્ટી આગળ ચાલી રહી છે. તમિલનાડુમાં તિરુપ્પરાકુંદ્રમ અને અરાવકુરિચિ પર AIADMK આગળ ચાલી રહી છે.  
 
અસમમાં લખીમપુર લોકસભા સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. આ સીટ પર કોંગ્રેસ બીજા નંબર પર છે. પેટૅઅચૂંટણીના પરિણામ આવવા શરૂ થઈ ગયા છે.  મધ્ય પ્રદેશમાં બીજેપી આગળ ચાલી રહી છે. 
 
મધ્યપ્રદેશના પરિણામ પર સૌની નજર 
 
સૌથી વધુ નજર મંડાય રહી છે મધ્યપ્રદેશના શહડોલ લોકસભા અને નેપાનગર વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીના પરિણામો પર. આ પેટાચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે સિમીના આઠ આતંકવાદીઓના એનકાઉંટરને પણ મુદ્દો બનાવ્યો હતો. હવે જોવાનુ એ છે કે શિવરાજનો આ દાવ કેટલો સફળ થાય છે. 
 
શહડોલ લોકસભા સીટ દલપત સિંહ પરસ્તેના નિધનથી ખાલી થઈ હતી. જ્યારે કે નેપાનગર વિધાનસભા સીટ રાજેન્દ્ર શ્યામલાલ દાદૂના નિધનથી ખાલી થઈ હતી. શહડોલથી શિવરાજના મંત્રી જ્ઞાન સિંહની કિસ્મત દાવ પર છે. જ્યારે કે નેપાનગરમાં રાજેન્દ્ર દાદૂની પુત્રી મંજૂ દાદૂ મેદાનમાં છે. 
 
પશ્ચિમ બંગાળમાં બે લોકસભા, એક વિધાનસભાનુ પરિણામ આવશે. 
 
આ ઉપરાંત પશ્ચિમ બંગાળની કોચબિહાર અને તામલુક લોકસભા સીટોના પેટાચૂંટણીના પરિણામો પણ આજે આવશ્ બીજી બાજુ મોંટેશ્વર વિધાનસભાનુ પરિણામ પણ આજે જ આવશે. 
 
અસમમાં લખીમપુર લોકસભા સીટ અને બૈથાલાંગસો વિધાનસભા સીટ, બીજી બાજુ તમિલનાડુમાં તિરુપ્પરાકુંદ્રમ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીના પરિણામ પણ આજે જ આવશે. 
 
પોંડિચેરીમાં નેલ્લીથોપે વિધાનસભા સીટ, અરુણાચલ પ્રદેશની હાયુલિયાંગ વિધાનસભા સીટ અને ત્રિપુરાની બરજાલા અને ખોવાઈ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીના પરિણામ આજે આવશે. 
 
બીજેપી માટે મધ્યપ્રદેશ અને અસમ મુખ્ય છે જ્યા બે લોકસભા સીટોના પરિણામ આવી રહ્યા છે. 

આ અગાઉ.. 

પરિણામ 
 
ત્રિપુરા - બરજાલા અને ખોવાઈ સીટ પર સીપીઆઈએમની જીત 
પોંડિચેરી - કોંગ્રેસે જીતી નેલીથોપુ વિધાનસભા સીટ, સીએમ વી. નારાયણસામીએ AIADMKના ઉમેદવારને 11,144 વોટોથી હરાવ્યા. 
 
પરિણામ 
 
પશ્ચિમ બંગાળ - કૂચબિહાર અને તમલુક લોકસભા સીટ પરથી તૃણમૂળ કોંગ્રેસે બઢત બનાવી છે. 
 
મધ્ય પ્રદેશ - નેપાનગર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસને પછાડી બીજેપી ઉમેદવાર 10 હજાર વોટોથી આગળ ચાલી રહ્યા છે. 
 
મધ્ય પ્રદેશ - શહડોલ લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર 10,800 વોટોથી આગળ છે. 
 
અસમ - લખીમપુર લોકસભા સીટ પરથી બીજેપીએ બઢત બનાવી રાખી છે. 
 
તમિલનાડુ - વિધાનસભા સીટો તિરુપ્પરાકુંદ્રમ અને અર્વાકુરુચિમાં AIADMK આગળ ચાલી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી સરકારના નોટબંદીના નિર્ણય પછી થઈ રહેલ પેટાચૂંટણીને મુખ્ય માનવામાં આવી રહી છે અને આ નોટબંદી પછી સત્તારૂઢ બીજેપી માટે લિટમસ ટેસ્ટના રૂપમાં જોવાય રહી છે. 
 
જોવા જઈએ તો બીજેપી ત્રણ રાજ્યો અસમ, મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં પોતાની સીટ પરત મેળવવાની કોશિશમાં લાગી છે. બીજી બાજુ કલકત્તા, ભોપાલ અને ચેન્નઈની વાત કરીએ તો અહી બીજેપીના નોટબંદીના કારણે થોડુ નુકશાન સહન કરવુ પડી શકે છે. કારણ કે આ રાજ્યોમાં નોટબંદી પર ખૂબ હલ્લો થયો છે. બીજી બાજુ સ્થાનીય મુદ્દાને પેટા ચૂંટણીમાં છવાયેલા રહ્યા હોવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે.  મતદાતાઓના મિજાજ સ્થાનીય મુદ્દાને આધાર પર જ બનતો બગડતો રહે છે. પણ એવુ કહેવુ ખોટુ નથી કે મોદી સરકારના નોટબંદીના નિર્ણય પછી આ પ્રથમ અગ્નિ પરીક્ષા છે. જેમા તેમણે જનતાની પ્રતિક્રિયા મળશે. 
 
એકબાજુ પશ્ચિમ બંગાળના કૂચબિહાર અને તમલુકમાં તૃણમૂલ કોંગ્રેસ પોતાની સીટ બચાવવાની લડાઈ લડી રહી છે તો બીજી બાજુ મધ્ય પ્રદેશમાં બીજેપી પોતાની આદિવાસી સીટને સુરક્ષિત રાખવાની કોશિશ કરી રહી છે. અરુણાચલ પ્રદેશમાં કલિખો પુલની પત્ની દસાંગલુ પુલ બીજેપીની સીટ બચાવવા માટે મેદાનમાં છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments