Webdunia - Bharat's app for daily news and videos

Install App

BLOG - હુ ગુજરાતી મુસલમાન, મારે માટે હિન્દુઓને નફરત કરવી અશક્ય, શુ RSS આવુ કરી શકે છે ?

Webdunia
શુક્રવાર, 27 મે 2016 (17:04 IST)
તાજેતરમાં જ થયેલ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂટણીની ખાસ વાતો ઉત્તરપૂર્વમાં ભાજપાનો ઉદય, કોંગ્રેસનુ સમેટાઈ જવુ અને બંગાલ તેમજ તમિલનાડુમાં તાકતવર ક્ષેત્રીય દળોનુ ઉભરાવવુ. વિચિત્ર વાત છે કે મીડિયાએ આ ચૂંટણીથી 18 કરોડ મુસલમાનો પર પડનારો પ્રભાવને નજરઅંદાજ કર્યો. સમગ્ર દેશમાં મુસલમાન નરેન્દ્ર મોદીને  2002ના ત્રાસદીના ચશ્માથી જુએ છે. છેલ્લા બે વર્ષોમાં ઘર વાપસી, લવ જેહાદ, પાકિસ્તાન જાવ, બીફ બૈક, ભારત માતા કી જય અને તાજેતરમાં જ માલેગાવ ધમાકાના શંકાસ્પદોની મુક્તિએ મુસલમાનોને વધુ ડરાવી દીધા. 
 
અહી નોંધવા જેવી વાત છે કે ફક્ત 25 ટકા મુસલમાન જ અપર કે મિડલ ક્લાસમાં આવે છે. બાકી બચેલા 13.50 કરોડ દલિત અને પછાત જાતિના છે. કમજોર અને ગરીબ મુસલમાનોમાં ભાજપાના ઉભરાવવાનો ભય સૌથી વધુ છે.  હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી.  અસમમાં તેમની ઉપર સૌથી મોટો ખતરો રહેશે. ત્યા મુસલમાનોને પરત મોકલવાના નામ પર તેમને બાંગ્લાદેશી જાહેર કરી શકાય છે. શુ ભાજપા સરકાર તેને રોકી શકે છે. કેબી હેડગેવાર, એમએસ ગોલવકર અને વીડી સાવરકર જેવા નેતાઓના વિચારોથી ભાજપાનો વિકાસ થયો. આજે ભાજપા ભારતીય રાજનીતિની કેન્દ્રીય તાકત બની ચુક્યુ છે. શુ તેઓ મુસ્લિમોની આટલી મોટી વસ્તી તરફથી નફરત કરવાનુ જોખમ ઉઠાવી શકે છે. કેન્દ્રમાં સરકાર બન્યા પછીથી ભાજપામાં અનેક મુસલમાન સામેલ થયા છે. તેનાથી સમુહમાં એક આશા બંધાઈ છે કે તેમની પ્રત્યેની નફરતમાં કમી આવી શકે છે.  પણ એ માટે જરૂરી રહેશે કે ભાજપાના મુસલમાન ખુદને સમુદાય સાથે જોડે. મુસલમાનોએ પણ પોતાના પગ પર ઉભા થવુ પડશે. પ્રતિસ્પર્ધાથી ભરેલા આ સંસારમાં તેમને કોઈ છૂટ નહી આપે. મુસલમાનોએ પોતાનુ ધ્યાન ગુણવત્તાવાળી શિક્ષા, વેપાર અને મહિલાઓના સન્માનની દિશામાં આગળ વધવુ પડશે.  તેમને હજ અને ઉમરા પર સતત જવાથી બચવુ પડશે. તેનાથી જે રકમ બચશે તેનાથી ગરીબ બાળકો અને બાળકીઓની શિક્ષા માટે ઉપયોગ કરી શકાય છે. મારા મત મુજબ દરેક ઉમરા યાત્રાને ટાળીને એક મેડિકલ કે પાંચ એંજિનિયરિંગ વિદ્યાર્થીઓને શિક્ષિત કરી શકાય છે. આવા કામથી અલ્લાહ વધુ ખુશ થશે.  ભારતીય મુસલમાનોએ  વૈશ્વિક પરિદ્રશ્યમાં જોવુ જોઈએ. ઈંડોનેશિયા અને મલેશિયાના મુસલમાનોને અપવાદ માની લઈએ તો સમગ્ર મુસ્લિમ જગતમાં ખલબલી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનની સ્થિતિ કોઈનાથી છુપી નથી. આફ્રિકી મુસ્લિમ દેશ ખતરનાક બની ચુક્યા છે. મધ્ય પૂર્વના દેશ પ્રાકૃતિક સંસાધનોના બળ પર શિયા-સુન્નીની લડાઈમાં અટવાયા છે. મિસ્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. આ અંધારામાં ભારતીય મુસલમાન આશા અને શાંતિના સ્ત્રોત છે. ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અને નિજામુદ્દીન ઔલિયા જેવા ઈસ્લામી સંતોનો ભારત સાથે સંબંધ છે.  ભારતીય મુસલમાનો પાસે સંસ્કૃતિ ધર્મ અને ઈતિહાસ છે. સંઘ પરિવારે મુસલમાન પ્રત્યે નફરત કરવી છોડવી જોઈએ. ત્યારે ભારતીય પુનર્જાગરણ ઈસ્લામી જગતને બચાવી શકશે. જેનુ શ્રેય આરએસએસ સહિત બધા ભારતીયોને જશે.  મુસલમાનો અને આરએસએસ એ એકબીજા પ્રત્યેની નફરતની ભાવના છોડવી પડશે.  એક ગુજરાતી મુસલમાનના રૂપમાં જેણે 2002માં મોટી કિમંત ચુકવી હુ એ બધાને માફ કરુ છુ જેમને મને અને મારા સમુહને નુકશાન પહોંચાડ્યુ. મારી એકની એક દિકરીના લગ્ન મારી મરજીથી ગુજરાતી હિંદુ સાથે થયા છે. આજે મારે માટે ગુજરાતી હિન્દુને નફરત કરવી અશક્ય છે. શુ આરએસએસ આવુ કરી શકે છે ? આ આપણા વ્હાલા ભારતની તસ્વીર બદલી નાખશે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments