Webdunia - Bharat's app for daily news and videos

Install App

2002 ગુજરાત રમખાણમાં મોદીને ક્લિનચિટ પર આજે આવશે નિર્ણય

Webdunia
ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (11:50 IST)
P.R
2002 ગુજરાતના રમખાણો બાબતે એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ અને ભાજપાના પ્રધાનમંત્રી ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ લ્લીન ચિટ વિરુદ્ધ જકિયા જાફરીની અરજી પર ગુરૂવારે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ મુખ્ય નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે.

અમદાવાની મેટ્રોપોલિટન કોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પર બનેલ એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવશે. એસઆઈટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પણ રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા જકિયા જાફરીએ ક્લોઝર રિપોર્ટને પડકાર આપ્યો હતો.

તેમની દલીલ છે કે મોદી અને અન્ય લોકો જેમા પોલીસ ઓફિસર, નોકરશાહી અને નેતાનો સમાવેશ છે. તેમના વિરુદ્ધ કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. આ બાબતે 2 ડિસેમ્બરના રોજ સુનાવણી બાદ કોર્ટે નિર્ણય પોતાની પાસે સુરક્ષિત રાખી લીધો હતો.

જકિયાના પતિ અહસાન જાફરીનો એ 68 લોકોમાં સમાવેશ થાય છે, જેમની 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસા યટ ીમાં હત્યા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતની તપાસ માટે સીબીઆઈ ડાયરેક્ટર આર.કે. રાઘવનના નેતૃત્વમાં એસઆઈટી બનાવી હતી. તેમણે વર્ષ 2011ના રોજ સોંપેલ પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે મોદીને આરોપી બનાવવા માટે પૂરતા પુરાવા નથી. જકિયા જાફરીએ એસઆઈટીની રિપોર્ટને પડકાર આપતા અરજી દાખાલ કરી હતી, જેના પર ચાલે પાંચ મહીનાની સુનાવણી બાદ આજે કોર્ટનો મુખ્ય નિર્ણય આવી શકે છે. બીજેપીના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખાસ છે. જો કોર્ટે એસઆઈટીના રિપોર્ટને સ્વીકાર કર્યો તો બીજેપીના પીએમ પદના ઉમેદવાર મોદી માટે મોટી રાહત રહેશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments