rashifal-2026

લવ ટિપ્સ : લગ્ન જીવન | પતિ-પત્ની વિશે સુવાક્યો

સુખી લગ્નજીવન માટે યાદ રાખો આ ટિપ્સ

Webdunia
P.R
આદર્શ પતિ/પત્ની બનવા કરતા પસંદગીયુકત પ્રેમી જેવું સહજીવન લગ્નજીવનમાં સતત સુવાસ લાવે છે.

જેવા વર્તનની અપેક્ષા તમે તમારી સાથી પાસેથી રાખો છો, તેવું વર્તન તમે પણ તેની સાથે કરો.

ભૌતિક અંતર ભલે હોય, માનસિક અંતર ના વધે તે જોવું. કિલોમીટર હોય, મનોમીટર નથી.

લગ્ન કરનાર બે વ્યક્તિઓ ક્યારેય ૧૦૦% સામ્યતા ન ધરાવતા હોય, બંને વચ્ચેના તફાવતો જ અલગ વ્યક્તિત્વની સુગંધ પ્રસરાવે છે.

લગ્ન એ બે અલગ-અલગ વ્યક્તિઓના સહ-અસ્તિત્વનો એકધારો પ્રયાસ છે.

સમય અને ઉમર બદલાતા પ્રેમનું સ્વરૂપ અને અભિવ્યક્તિની રીત બદલાઈ શકે છે.

ક્યારેક આપણે વૈચારિક હવાબારી ખોલવાની જરૂર હોય છે.જેથી પોતાના જ વિચારો થી ગુંગળામણ ના થાય.

માં-બાપનું જીવન એ બાળકે જોયેલું સૌપ્રથમ લગ્ન-જીવન છે. અને તેની છાપ પોતે પેરેન્ટ્સ બન્યા પછી પણ ચાલુ રહેતી હોય છે.

પ્રેમ ફક્ત અનુભવી શકાય, પરંતુ તે અનુભવને પણ જતાવવાની જરૂર હોય છે.

પરસ્પર વિશ્વાસને પણ શ્વાસ લેવાની જરૂર હોય છે.

લગ્નગ્રંથી થી બંધાવું એટલે સહજીવન જીવવું, પણ તેનો અર્થ એ નથી કે સ્વજીવનને રૂંધી નાખવું.

જેની સાથે પ્રેમ થયો હોય, તેની જ સાથે લગ્નજીવન સફળ થાય ? લગ્ન પછી પણ પ્રેમ થઇ જ શકે !

લગ્ન એ માલિકી હક્કનો દસ્તાવેજ ના બની જાય તે જોવું.

જીવનમાં એકબીજા પર આધારિત રહેવું જરૂરી છે. પણ જરૂર પડે સ્વસ્થ સ્વતંત્ર વિચારણા સંબંધને જ મજબુત કરે છે.

સબંધમાં વાતચીત કે વ્યવહાર ની સુધારણાને હંમેશા અવકાશ હોય છે.

ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.

કમ્પ્યુટરની જેમ સંબંધમાં પણ રીફ્રેશ થવું જરૂરી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments