Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમનો મતલબ ફક્ત સ્ત્રી-પુરૂષ વચ્ચેનો સંબંધ જ નથી

Webdunia
N.D
પ્રેમ, મોહબ્બત, ઈશ્ક અને લવ આ ચારે શબ્દો આજે એવા ચાલ્યા છે જેને સાંભળીને ફક્ત સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધોની વાત મનમાં આવે છે. પરંતુ આ શબ્દોનો મતલબ ફક્ત આટલો જ નથી, પરંતુ આનાથી પણ ઘણો આગળ છે.

પશ્ચિમી દેશોમાં 19 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવતો દિવસ 'વ્હિસ્પર આઈ લવ યૂ ડે' આમ તો 'વેલેંટાઈન ડે' ની જેમ જ પ્રેમના એકરારનો દિવસ છે, પરંતુ વિશેષજ્ઞો આવુ નથી માનતા.

' વ્હિસ્પર આઈ લવ યૂ ડે' પર ઘણા લોકોએ પોતાના બ્લોગમાં પોતાના વિચારો લખ્યા છે. લોકોનું કહેવુ છે કે ભારતમાં પણ ધીરે ધીરે આ દિવસ પસંદ કરનારાની સંખ્યા વધી છે, જો આ દિવસે કોઈ પોતાના પ્રેમનો એકરાર કરે તો તેમા ખોટુ શુ છે. આ દિવસે પ્રેમનો એકરાર કરવાની સાથે સાથે પ્રેમીઓએ એકબીજાને ક્યારેય દગો નહી કરવાનો એકરાર પણ કરવો જોઈએ. આ પ્રકારના દિવસોની ઉજવણીએ પશ્ચિમની દેન છે પણ જો આ દિવસો મર્યાદામાં રહીને ઉજવવામાં આવે તો તેમા ખોટુ કશુ નથી.

એ પ્રેમ પ્રેમ નથી જે શરીરની કામના કરે, જે લોકો શરીરને પ્રેમ કરે છે તેમનો પ્રેમ ટકી નથી શકતો કારણ કે શરીર પ્રત્યે આકર્ષિત થનારો પ્રેમી કે પ્રેમિકા આજે એક તો કાલે બીજા શરીર પ્રત્યે પણ આકર્ષિત થઈ શકે છે. હા, એ વાત સ્વીકાર્ય છે કે પ્રેમમાં સ્પર્શ ખૂબ જ અનોખી અનૂભૂતિ છે.. પણ સ્પર્શની પણ મર્યાદા હોય છે. બગીચામાં ઉગતુ ગુલાબ જોઈને કેટલો આનંદ થાય છે.. તેની સુંદરતા જોઈને થાય છે કે ખરેખર ઈશ્વર આ દુનિયામાં છે.. તેની પાસે જશો તો તેની ખુશ્બુથી મહેંકી જશો.. તેને સ્પર્શ કરશો તો તેને મલમલી સ્પર્શથી તેને તોડવા લલચાઈ જશો.. પણ તેને તોડી લેશો તો તે એક દિવસ પછી એ જ ફૂલ તમને કદાચ પહેલા જેવી સુવાસથી મહેકાવી નહી શકે.. અને તમે બીજા ફૂલ પ્રત્યે આકર્ષિત થશો.

પ્રેમ પણ આવી જ એક કોમળ અને સુગંધિત અનુભૂતિ છે.. તેથી પ્રેમને ફક્ત પ્રેમ જ રહેવા દો.. જ્યા સુધી તમે પતિ-પત્નીના બંધનમાં ન બંધાવ ત્યાં સુધી તેને શારીરિક બંધનમાં પણ ન બાંધશો.. આ વાતો આજના જમાનામાં કદાચ તમને પોકળ લાગતી હશે પણ આ સત્ય છે કે આ પ્રકારનો પ્રેમ જ આજીવન એક યાદગાર ક્ષણ બની જાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments