Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેન્ટાઈન ડે - શુ તમે સિંગલ છો ?

Webdunia
14 મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે... શું તમે આ વખતે વેલેન્ટાઇન્સ ડે એકલા મનાવી રહ્યાં છો? તો પરેશાન કે હતાશ થવાની કોઇ જરૂર નથી, કારણ કે તમારી જેમ જ વિશ્વભરમાં એવા ઘણાં લોકો છે જે આ દિવસે એકલાં છે. એકલા હોવાના અનેક કારણો હોઇ શકે છે પણ આપણે એ વિષે વાત નહીં કરીએ. આ ખાસ દિવસે તમે સહેજપણ હતાશ ન થાવ તે માટે અમે આપને કેટલાક એવા માર્ગ બતાવીશું જેની મદદથી તમે તમારી એકલતા દૂર કરી શકશો.


આ રીતે તમાવો તમારો વેલેન્ટાઇન્સ ડે...

- શોપિંગ પર નીકળી જાઓ : કદાચ શોપિંગ કરવી તમને પસંદ ન પણ હોય. પણ આ દિવસના કંટાળા અને હતાશામાંથી બહાર નીકળવા માટેનો આ સૌથી સારો માર્ગ છે. આ દિવસે ઘરમાં ન રહીને તમારા સિંગલ મિત્રો સાથે શોપિંગ પર નીકળી જાઓ અને તમારા પૈસા માત્ર તમારી પાછળ જ ખર્ચો. વિશ્વાસ રાખો, આ રીતે તમારી મજા બેવડાઇ જશે.

- રોમેન્ટિક ફિલ્મો ન નિહાળો : વેલેન્ટાઇન્સ ડેના દિવસે ખાસકરીને ટીવીમાં દરેક ચેનલો પર રોમેન્ટિક ફિલ્મો અચૂક આવી રહી હશે. લાખ પ્રયાસ કરો પણ તેના પર તમારી નજર ન પડવાની હોય તો પણ પડી જશે. માટે આ દિવસે તમારે તમારા દિલને મજબૂત બનાવવાની જરૂર પડશે અને કોઇપણ કીમતે આવી ફિલ્મો જોવામાંથી બચજો.

- તમારા સિંગલ મિત્રોને મળ ો : આ જ સમય છે જ્યારે તમારા સિંગલ મિત્રો તમારા દુખને દૂર કરવામાં મદદ કરશે. તે પણ સિંગલ અને તમે પણ સિંગલ, તો પછી નીકળી જાઓ આ દિવસે ક્યાંક દૂર-દૂર સુંધી ટ્રાવેલિંગ પર... કે પછી કોઇ આઉટડોર ગેમ રમીને પણ તમે તમારી એકલતાને દૂર કરી શકશો. તે ઇચ્છો તો સાથે મળીને પાર્ટી પણ કરી શકો છો.

- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો : અંદરથી ખુશી મેળવવાનો સૌથી સારો માર્ગ છે કે તમે કોઇ જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરો. આનાથી તમને તો ખુશી મળશે જ સાથે જરૂરિયાતમંદ બાળકો કે વૃદ્ધોને પણ મદદ સહાયતા મળશે. આ દિવસે તમે તમારા જૂના કપડાં પણ ગરીબોમાં વહેંચી શકો છો.

- તમારા માટે મનપસંદ ડિનર બનાવ ો : વેલેન્ટાઇન્સ ડે પર ભલે કોઈ ખાસ વ્યક્તિ માટે ભોજન પકાવતું હોય, પણ જો તમારી પાસે આ ખાસ વ્યક્તિ ન હોય તો શું થયું, તમારી જાતને પ્રેમ કરો અને તમારી માટે તમારું મનપસંદ ડિનર બનાવો અને તેનો સ્વાદ માણો. જો તમે તમારી જાતને સ્પેશિયલ રીતે ટ્રીર કરશો તો વેલેન્ટાઇન્સ ડેની રાત દુખદાયક નહીં રહે પણ ખુશીઓ સાથે પસાર થશે

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments