Festival Posters

લવ ટિપ્સ : મહિલાઓને કેવા પુરૂષો આકર્ષિત કરે છે

Webdunia
મહિલાઓને ખુશમિજાજ પુરુષો આકર્ષિત કરે છે તો પુરુષ મહિલાઓના શારીરિક આકર્ષણ અને સારા વ્યવહારથી પ્રભાવિત થાય છે. એક નવા અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે.

પેન સ્ટોટ યુનિવર્સિટીના પ્રોફેસર ગેરી ચિકે કહ્યું, "જેમ પક્ષીઓ પોતાની રંગબેરંગી પાંખોથી આકર્ષિત કરે છે તે જ રીતે પુરુષ મહિલાઓને પોતાના આકર્ષિત વસ્ત્રો કે મોંઘ કારથી રીઝવી શકે છે. આ જ રીતે પુરુષોના ખુશમિજાજ વ્યવહારથી મહિલાઓ એ જાણી શકે છે કે પુરુષ આક્રમક સ્વભાવનો નથી અને તે તેને અને તેને થનારા બાળકને ક્યારેય નુકસાન નહીં પહોંચાડી શકે."

સંશોધકોએ કહ્યું કે તેમણે તેમના સર્વેક્ષણમાં 164 પુરુષો અને 89 મહિલાઓને સામેલ કરી જેમની ઉંમર 18થી 26 વર્ષની વચ્ચેની હતી. સર્વેક્ષણમાં મહિલાઓએ પુરુષોમાં 'મજાકિયા સ્વભાવ', 'આનંદપ્રિયતા' અને 'ખુશમિજાજ વ્યવહાર' જેવા ગુણોને મહત્વ આપ્યું તો પુરુષોએ પણ મહિલાઓમાં 'શારીરિક આકર્ષણ', 'સારું સ્વાસ્થ્ય' જેવી વસ્તુઓને પ્રાધાન્ય આપ્યું.

આ અભ્યાસ મુજબ સ્ત્રીઓ એવા પુરૂષો પ્રત્યે આકર્ષાય છે જે  યોગ્ય દેખાવ ધરાવતા એટલે કે પોતાની જાતની કાળજી લેતા હોય. કારણકે જો આપ પોતાની કાળજી સારી રીતે રાખશો તો જ તમે તમારા લાઈફ પાર્ટનરની કાળજી રાખી શકશો. બીજુ એ કે સ્ત્રીઓને આકર્ષવા માટે સૌથી જરૂરી છે ડ્રેસિંગ સેન્સ. સેન્સ ઓફ સ્ટાઇલનો અર્થ એવો નથી કે આપ ડિઝાઇનર કપડાં પહેરીને સ્ત્રીઓને આકર્ષવા પ્રયત્ન કરો. આપ સ્ટાઇલીશ દેખાવા માટે ઓર્ડિનરી કપડાંથી પણ કામ ચલાવી શકો છો, તમે પહેરેલા આઉટફીટ આઉટ ઓફ ફેશન ન હોવા જોઇએ. લેટેસ્ટ ટ્રેન્ડ સાથે પોતાની જાતને પણ અપડેટ રાખવી જરૂરી છે.

સેન્સ ઓફ હ્યુમર મહિલાઓને આકર્ષિત કરતો પુરૂષોનો સૌથી ખાસ ગુણ છે તેમની સેન્સ ઓફ હ્યુમર. આમપણ, મહિલાઓને પ્રમાણમાં પુરૂષો કરતા વધારે સમસ્યાઓનો સામનો કરવાનો આવતો હોય છે. આથી તે ક્યારેય નથી ઇચ્છતી કે તેમને એવા પુરૂષની કંપની મળે જે ઓલરેડી બોરિંગ હોય. આપ તેની કેર કરો છો તેવું વર્તન કરો મહિલાઓને સતત એવી લાગણી થવી જોઇએ કે આપ તેમને પ્રેમ કરો છો તેમજ તેમની પુરતી કાળજી લઇ રહ્યા છો.

જ્યારે પણ તેની સાથે વોક પર નીકળો કે પછી બીચ કે સનસેટ પોઇન્ટ જેવી જગ્યા પર બેઠા હો ત્યારે તેનો હાથ આપના હાથમાં લઇને તેને હળવી કિસ કરો. પરંતુ યાદ રાખો કે જ્યારે પોતાનો સ્નેહ બતાવતા હો ત્યારે મૂર્ખ છો તેવો દેખાવ ન કરો. સ્ત્રીઓને પ્રેમાળ અને કેરિંગ પુરૂષો ગમે છે પણ તેમને ચીપકું ટાઈપના કે ખુદને ઈનસિક્યોર ફિલ કરનારા પુરૂષો ગમતા નથી.  જો તમે કેરિંગની આડમાં સતત તેની પર નજર રાખશો એ પણ સ્ત્રીને ગમતુ નથી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: 77 મો કે 78 મો, આ વખતે કયો ગણતંત્ર દિવસ ઉજવાશે, જાણો

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

26મી જાન્યુઆરી પર નિબંધ - Republic Day Essay in Gujarati

મેરેજ બ્યુરોની આડમાં વેચાઈ રહ્યું હતું કોબ્રાનું ઝેર, ગુજરાત પોલીસે 5.85 કરોડ રૂપિયાનું ઝેર કર્યું જપ્ત

Bullet Train: ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટ્રેક પર લાગી ગયા થાંભલા, રેલ્વે મંત્રીએ આપ્યું મોટું અપડેટ

વધુ જુઓ..

ધર્મ

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Show comments