Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગદ્દાફી હીરોથી વિલન સુધી

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2011 (14:40 IST)
N.D
છેલ્લા છ દાયકાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા સહિત પશ્ચિમ રાષ્ટ્રોને સતત પોતાની હાજરીનો અનુભવ કરાવતા કર્નલ ગદ્દાફી ક્રાંતિકારી હીરોથી લઈને વિલન સુધીની સફર ખેડી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને અછૂત તરીકે પણ જોવામાં આવતા હતા. તેમને પોતાના જીવન પર એક પુસ્તક પણ લખ્યુ હતુ. ગદ્દાફી પોતાના પુસ્તકને પ્લેટો અને માર્કસના ચિંતન કરતા પણ વધારે શ્રેષ્ઠ ગણાવ્યુ હતુ.

પ્રારંભિક દિવસો.

1969 માં તેમને લશ્કરી બળવો કરીને લીબિયામાં સત્તા હાંસલ કરી હતી. તેઓ ચમત્કારિક યુવાન સૈનિક અધિકારી હતા. પોતાને મિશ્રના જમલ અબ્દુલ નાસીરના શિષ્ય બતાવનાર ગદ્દાફીએ સત્તા મેળવ્યા બાદ પોતાને કર્નલના કિતાબથી નવાજ્યા હતા અને દેશમાં આર્થિક ઉદારીકરણ કર્યુ હતુ. સત્તા મેળવ્યા પહેલા તેઓ સેનામાં કેપ્ટન પદે હતા. નાસીરે સુએઝ નહેરને મિશ્રની પ્રગતિનો માર્ગ બનાવ્યો હતો તેવી જ રીતે ગદ્દાફીએ તેલના ભંડારોન લિનિયાને પ્રગતિનો માર્ગ બનાવ્યો હતો. 1950માં તેલના ભંડાર દેશમાં હોવાની માહિતી બધાને થઈ ગઈ હતી. જો કે તેનુ ખોદકામ વિદેશી કંપનીઓના હાથમાં હતુ. આ કંપનીઓ તેની કિમંત નક્કી કરતી હતી. જે લિબિયાને ધ્યાનમાં રાખીને પણ ખરીદદાર કંપનીઓ કિમંત નક્કી કરતી હતી. ગદ્દાફી તેલ કંપનીઓને ચેતવણી આપી હતી કે તેઓ જુના કરર પર વિચાર કરે નહી તો તેમની પાસેથી કામ પરત લેવામાં આવશે.

રાજનીતિક ચિંતક

1942 માં ગદ્દાફીનો જન્મ કબીલા પરિવારમાં થયો હતો. તેમણે માત્ર કુરાન અને સૈન્ય શિક્ષણ મેળવ્યુ હતુ. 1970માં તેમણે વિશ્વના સંબંધમાં ત્રીજો સિદ્ધાંત રજૂ કર્યો હતો. આ અંગે તેમના પુસ્તક ગ્રીન બુકમાં સવિસ્તાર ચર્ચા કરાઈ છે. જેમા તેમણે દાવો કર્યો હતો કે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેનો મતભેદ આ સિદ્ધાંતથી દૂર થઈ જશે. જે વિચારધારા પર તેમણે લોકોને આઝાદ કર્યા હોવાનો દાવો કર્યો હતો. તે વિચારધારા પર જ તેમણે લોકોની આઝાદી પણ છીનવી લીધી હતી.

વિદેશમાં જરૂરી પગલાં

કર્નલ ગદ્દાફીએ કટ્ટરપંથી સંગઠનોને પણ પાછળથી સમર્થન આપવાનું શરૂ કર્યુ હતુ. જે તેમને માટે પાછળથી ઘાતક સાબિત થયુ હતુ. બર્લિનમાં એક નાઈટ કલબ પર 1986માં હુમલો થયો હતો જેનો આરોપ અમેરિકાએ ગદ્દાફી પર નાખ્યો હતો. આ ઘટનાથી નારાજ થયેલ અમેરિકનો રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને લીબિયા પર હવાઈ હુમલા કરવાનો આદેશ કર્યો હતો આ હુમલામાં ગદ્દાફી બચી ગયા હતા. જો કે તેમની દત્તક પુત્રીનું મોત થયુ હતુ.

બળવો

ડિસ્મેબર 2010માં યુનિસિયામાં ક્રાંતિનો પ્રારંભ થયો હતો. જો કે આ ક્રાંતિમાં લિબિયાનું નામ નહોતુ. તેમણે તેલથી મળેલા નાણાં સામાન્ય લોકોમાં વિતરણ કર્યા હતા. જો કે આ પ્રક્રિયામાં તેમનો પરિવાર ધનિક બની ગયો હતો. ગદ્દાફીએ માનવનિર્મિત એક નદી બનાવીને રણ વિસ્તારમાં પાણી પહોંચાડ્ય હતુ. જો કે તેમની તાનાશાહી વિરુદ્ધ લોકોની નારાજગી ધીમે ધીમે બહાર આવી હતી. જેનો ગદ્દાફીએ પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો, પરંતુ અંતે તેનું મોત થયું હતું.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments