rashifal-2026

ઓફિસમાં સેક્સી જોક્સથી મહિલાઓના કામકાજ પર પ્રતિકૂળ અસર

Webdunia
શનિવાર, 28 જુલાઈ 2012 (16:27 IST)
P.R
કામ દરમિયાન કે કાર્યસ્થળ પર સેક્સી જોક્સ બોલવા અને પછી એમ કહેવું કે માત્ર મજાક કરી રહ્યાં છીએ, આવું પુરુષોના પ્રભાવવાળા કાર્યસ્થળો પર વિશેષ જોવા મળે છે. એક નવા સંશોધનનું કહેવું છે કે આનાથી મહિલાઓના કામકાજ પર પ્રતિકુળ પ્રભાવ પડે છે અને તેમની સફળતાની શક્યતાઓ ઓછી કરે છે.

' મેલબોર્ન બિઝનેસ સ્કૂલ'ના રિપોર્ટ અનુસાર કંપનીઓમાં જાતીય કનડગત સામે લડવા માટેના કાયદા તો છે પણ આવા સેક્સી જોક્સ અને એવી વાતો બોલનારા અને એવો વ્યવહાર કરનારાને નિયંત્રિત કરવા માટે કોઇ નિયમ નથી. રિપોર્ટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કંપનીઓએ આવી વાતો અને ઘટનાઓને નિયંત્રિત કરવા માટે 'જોક્સ ન બોલવા કે એ પ્રકારની મજાક ન કરવી'ની નીતિ અપનાવવી જોઇએ.

' ન્યૂઝ ડોટ કોમ ડોટ એયુ'ના રિપોર્ટના લેખક વિક્ટર રોજોના હવાલેથી કહ્યું છે, "સામાન્ય લોકોની વચ્ચે હજુ પણ એ વિચાર છે કે સેક્સી જોક્સ બોલવા કે તે પ્રકારની અન્ય વાતો કરવી સામાન્ય બાબત છે."

તેમનું કહેવું છે કે આનો મહિલા કર્મચારીના સ્વાસ્થ્ય અને કામ પર પ્રતિકુળ પ્રભાવ પડે છે અને ધીમે-ધીમે આ સંસ્કૃતિ અવ્યવસ્થાનું સ્વરૂપ ધારણ કરી લે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો મહિલાને લાગે છે કે તેની સાથે સમાન વ્યવહાર નથી કરવામાં આવી રહ્યો અને તે વાતાવરણની સાથે સુમેળ નથી સાધી શકતી તો તે સંસ્થામાં પોતાની ભૂમિકા ભજવી શકતી નથી.

વિક્ટર અનુસાર, આ પ્રકારની પરેશાનીઓ મોટાભાગના પુરુષવાદી ક્ષેત્રો જેવા કે પ્રાકૃતિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ, મેડિસિન, પોલીસ, સેના, સૂચના અને તકનીક, લૉ ફર્મ અને નાણાકીય સેવાઓમાં સર્જાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય