Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે.. હિના રબ્બાની-બિલાવલ ભુટ્ટો લવ સ્ટોરી

Webdunia
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2012 (12:22 IST)
P.R
સોશિયલ મીડિયામાં પાકિસ્તાનનાં ૩પ વર્ષીય વિદેશી મંત્રી હિના રબ્બાની ખાર અને રાષ્‍ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટોના ઇશ્કની ખૂબ ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયા તેમજ અન્ય કેટલીક વેબસાઇટ્સનો તે એ પણ દાવો છેકે બિલાવલ હીનાના પ્રેમમાં પાગલ થતાં ઝરદારી ખૂબ નારાજ છે. જો કે, સોશિયલ સાઇટ્સ પર કેટલાક લોકો આ અહેવાલને ખોટા અને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે.

બાંગ્લાદેશી ટેબલોઈડ ‘બ્લિટ્ઝે’ આ સમાચારનો ખુલાસો કર્યો છે.‘ એક અહેવાલમાં જણાવાયું છે કે બિલાવલ હિના રબ્બાની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડીને બેઠો છે અને તેની આ હઠ તેના પિતા ઝરદારી સાથે તણાવ પેદા કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હિના રબ્બાની પાકિસ્તાનના અરબપતિ વેપારી ફિરોઝ ગુલઝારની પત્ની છે. અહેવાલ અનુસાર બિલાવલના માટે હિના પણ તેનું લગ્નજીવન તોડવા તૈયાર થઈ છે. હિના રબ્બાની ખાર પોતે પણ પાકિસ્તાનના એક મોભાદાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

બાંગ્લાદેશના સાપ્તાહિક બ્લિટ્ઝે તેના અહેવાલમાં કહ્યું છે કે એક પશ્ચિમી જાસૂસી એજન્સીએ તેના અહેવાલમાં બિલાવલ અને હિના વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ઉલ્લેખ કર્યો હતો. બ્લિટ્ઝે પશ્ચિમી જોસૂસી એજન્સીના અહેવાલને ટાંકીને ક્હ્યું છે કે બિલાવલ અને હિના રબ્બાની વચ્ચે ચાલતાં રોમાન્સની જરદારી અને બિલાવલ વચ્ચે તણાવ ઉત્પન્ન કર્યો છે. બિલાવલના હિના સાથે લગ્ન કરવાના નિર્ણયથી ઝરદારી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટેબ્લોઈડનો દાવો છે કે ઝરદારી બિલાવલના બે બાળકોની મા હિના સાથે લગ્ન કરવાની ઈચ્છાનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.

પાકિસ્તાનની પણ કેટલીક વેબસાઈટ્સ પર હિના અને બિલાવલ વચ્ચે લગ્નનાં સમાચાર ચાલી રહ્યાં છે. આ સમાચાર બાદ ટ્વિટર પર બંનેના પ્રેમસંબંધોને લઈને જોરદાર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જોકે મોટાભાગના લોકોએ આ સમાચારને પબ્લિસીટી સ્ટંટ હોવાનું જણાવી રહ્યાં છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments