Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ginger Ale: શુ હતુ એ ડ્રિંક જેને હાથમાં લઈને બાઈડેન સાથે ચિયર્સ કરતા જોવા મળ્યા પીએમ મોદી

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (15:09 IST)
modi biden
 અમેરિકા પ્રવાસ પર ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની મેજબાની કરતા યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરૂવારે સ્ટેટ ડિનરનુ આયોજન કર્યુ. વાઈટ હાઉસમાં આયોજીત આ શાનદાર કાર્યક્રમમાં બંને રાજનેતાઓ વચ્ચે કેમિસ્ટ્રી જોતા જ બનતા હતી. તેમના હાથમાં ડ્રિંક્સ પણ હતુ. જેને બંનેયે અમેરિકા અને ભારતના સારા સંબંધોના નામે ટૉસ્ટ (Toast) કર્યુ. 
 
બાઈડેને આ સ્પષ્ટ કરી દીધુ કે આ પૈમાનામાં જે ડ્રિંક હતુ તેમા આલ્કોહોલ નહોતુ. બાઈડેને કહ્યુ કે અમારે માટે સારી વાત એ છે કે અમે બંને ડ્રિંક નથી કરતા. આવામાં ઘણા બધા લોકોના મગજમાં આ સવાલ ઉભો થશે કે પીએમ મોદી અસલમાં શુ પી રહ્યા હતા ? ઉલ્લેખનીય છે કે આ ડ્રિંકને જિંજર એલ કહે છે.  
 
શુ હોય છે જિંજર એલ  (What is Ginger Ale)? 
 
જિંજર એલ એક કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે. કાર્બોનેટેડ એટલે તેમા સોડા મિક્સ હોય છે. આ એક સામાન્ય સૉફ્ટ ડ્રિંક જેવુ જ હોય છે, પરંતુ તેમાં આદુનો ફ્લેવર  હોય છે. તે ઘણીવાર ડાયરેક્ટ પીવામાં આવે છે. કેટલાક લોકો તેને અન્ય પીણામાં ભેળવીને પીવે છે. તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રથમ રેગ્યુલર અથવા ગોલ્ડન અને બીજું ડ્રાય. ઘણા લોકો તેને સામાન્ય પીણાંની જેમ જ પીવાનું પસંદ કરે છે. જો કે, કેટલાક લોકો તેને ઉબકા દૂર કરવા માટે પણ પીવે છે... આદુ એલમાં સાઇટ્રિક એસિડ અને સોડિયમ બેન્ઝોનેટ જેવા પ્રિઝર્વેટિવ્સનો પણ ઉપયોગ થાય છે.
 
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરના મેનુમાં મૈરિનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નેલ સેલેડ, કૉમ્પ્રેસ્ડ વૉટરમેલન અને ટૈગી અવેકૈડો સૉસનો સમાવેશ હતો.  જ્યારે કે મેન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ, ક્રીમી સૈફરન ઈંફ્યુજ રિસોટોનો સમાવેશ કરવામાં આવ્યો.  આ ઉપરાંત સુમૈક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સૉસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્કવૈશને સામેલ કરવામાં આવ્યુ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાળક નહી સાંભળતો કોઈ વાત તો આ પેરેંટિંગ ભૂલ થઈ શકે છે જવાબદાર તરત સુધારી લો ટેવ

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ડાયાબિટીસમાં જામફળના પાન સુગર ડિસ્ટ્રોયર અને ટોનિકનું કરે છે કામ, જાણો કેવી રીતે ખાશો ?

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

આગળનો લેખ
Show comments