Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજય રૂપાણીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં, જુઓ કોણ કોણ છે તેમની ટીમમાં અને કોનો કોનો દાવ થઈ ગયો

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2016 (13:16 IST)
ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં આમતો નિતીન પટેલનું નામ અગ્રેસર હતું પણ કેટલાક વિવાદોને લઈને તેમના સ્થાને વિજય રૂપાણીનું નામ જાહેર કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. ત્યારે 12.39ના વિજય મુર્હતમાં વિજય રૂપાણીએ ગાંધીનગરના  મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે પોતાના પદના શપથ લીધા હતા. તેમને રાજ્યપાલ ઓપી કોહલીએ આ શપથ લેવડાવ્યા હતા. તેમજ નિતિન પટેલે પણ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. આ સાથે જ નવા મંત્રી મંડળના સભ્યો પણ ત્યાં શપથ લીધા હતાં. મંત્રીમંડળમાં નીતિન પટેલ સહિત કુલ 24 મંત્રીઓ છે. જેમાં આઠ કેબિનેટ કક્ષાના અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓના સમાવેશ થાય છે. સાથે જ 9 મંત્રીઓ કપાયા છે અને 12 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ શપથ વિધિમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યા હતા.  આ ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જેવા મહેમાનો પણ આવ્યા હતા. ઉપરાંત મુરલી મનોહર જોષી, થાવરચંદ ગેહલોત્ત, હર્ષવર્ધન, રધૂબર દાસ ( સીએમ ઝારખંડ ), રણજિત દતા (સીએમ આસામ), મનોહરલાલ ખટ્ટર (સીએમ હરિયાણા), રામલાલજી, અનુપ્રિયા પટેલ ( આપના દળ ), રાજેશ મુનાત (મિનિસ્ટર છતીશગઠ), ક્લરાજ મિશ્રા અને દેવજી પટેલ પણ હાજર રહ્યા હતા. શપથ વિધી અગાઉ વિજય રૂપાણી અને નિતીન પટેલ ગુજરાત વિધાન સભાના પૂર્વ અધ્યક્ષ અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને વિજય રૂપાણી અને નીતિન પટેલ મળ્યા હતાં. વિજય રૂપાણીએ વાત કરતા કહ્યું હતું, 'નવી ટીમમાં ઘણા નવા ચહેરાનો સમાવેશ કરાયો છે'
કોણ કપાયું અને કોનો દાવ થયો, નવ મંત્રીઓ કપાયા. ત્રણ કેબિનેટ અને છ રાજ્યકક્ષાના
રમણલાલ વોરા
મંગુભાઇ પટેલ
સૌરભ પટેલ
વસુબેન ત્રિવેદી
છત્રસિંહ મોરી
રજનીકાંત પટેલ
 ગોવિંદભાઇ પટેલ
તારાચંદ છેડા
કાંતિભાઇ ગામીત

12 નવા ચહેરાઓનો સમાવેશ

ગણપત વસાવા     કેબિનેટ મંત્રી
ચીમનભાઇ સાપરિયા     કેબિનેટ મંત્રી
આત્મારામ પરમાર     કેબિનેટ મંત્રી
જયંતિ કવાડિયા     રાજ્યકક્ષાના મંત્રી
ઇશ્વરસિંહ પટેલ     રાજ્યકક્ષાના મંત્રી
વલ્લભભાઇ કાકડિયા     રાજ્યકક્ષાના મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી     રાજ્યકક્ષાના મંત્રી
કેશાજી ચૌહાણ     રાજ્યકક્ષાના મંત્રી
રોહિત પટેલ     રાજ્યકક્ષાના મંત્રી
વલ્લભભાઇ વઘાસિયા     રાજ્યકક્ષાના મંત્રી
નિર્મલાબહેન વાઘવાણી     રાજ્યકક્ષાના મંત્રી
શબ્દશરણ તડવી     રાજ્યકક્ષાના મંત્રી

વિજય રૂપાણીનું નવું મંત્રી મંડળ,

 વિજયભાઈ રૂપાણી-મુખ્યમંત્રી
નીતિનભાઇ પટેલ- નાયબ મુખ્યમંત્રી
કેબિનેટ કક્ષાના મંત્રીઓ
દિલીપ ઠાકોર
ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા
આત્મરામ પરમાર
ગણપત વસાવા
બાબુભાઇ બોખીરીયા
જયેશ રાદડીયા
ચીમનભાઈ સાપરિયા
રાજ્ય કક્ષાના મંત્રીઓ
શંકરભાઇ ચૌધરી
પ્રદીપસિંહ જાડેજા
જયંતિભાઈ કવાડિયા
નાનુભાઇ વાનાણી
પરષોત્તમભાઇ સોલંકી
જશાભાઇ બારડ
બચુભાઇ ખાબડ
જયદ્રથસિંહજી પરમાર
ઈશ્વરસિંહ પટેલ
વલ્લભભાઈ કાકડિયા
રાજેન્દ્ર ત્રિવેદી
કેશાજી ચૌહાણ
રોહિત પટેલ
વલ્લભભાઈ વઘાસિયા
નિર્મલાબેન વાઘવાણી
શબ્દશરણ તડવી

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments