Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકામાં ક્રિસમસ પાર્ટી દરમિયાન લાગી આગ, ત્રણ સગા ભારતીય ભાઈ-બહેનોનુ મોત

Webdunia
ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (12:22 IST)
. અમેરિકાના ટેનેસી રાજ્યમાં ક્રિસમસનો તહેવાર ઉજવવા દરમિયાન આગ લાગવાથી તેલંગાનાના ત્રણ કિશોર ભાઈ બહેનો સહિત ચાર લોકોનુ મોત થઈ ગયુ.  યુએસએ ટુડેંની રિપોર્ટ મુજબ ઘરમાં આગ લાગવાથી એક મહિલા અને ત્રણ ભારતીય બાળકો માર્યા ગયા. આ બાળકો ટેનેસીના મેમફિસમાં મહિલાના પરિવાર સાથે રજાઓ વિતાવી રહ્યા હતા. 
 
સમાચાર પત્રએ કોડરાઈટ્સ ચર્ચની તરફથી રજુ એક નિવેદનના હવાલાથી કહ્યુ, કોલીરવિલેની કારી કોડરાઈટ અને ભારતના નાઈક પરિવારના ત્રણ બાળકો શેરૉન (17) જોય (15), અને એરોન (14) આગ લાગવાની ઘટનામાં માર્યા ગયા. બીજી બાજુ તેલંગાનામાં બાળકોના પરિજનોએ બાળકોની ઓળખ સાત્વિકા નાઈક, સુહાના નાઈક અને જયા સુચિતના રૂપમાં કરી છે.  બાળકોના સંબંધી મહેશ નાઈકે તેલંગાનામાં જણાવ્યુ કે બાળકોન અપિતા શ્રીનિવાસ નાઈક અમેરિકા રવાના થઈ ગયા. 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે કારીના પતિ ડેની અને તેમનો પુત્ર કોલ કોઈ રીતે બચી નીકળવામાં સફળ રહ્યા. એવુ માનવામાં આવી રહ્ય છે કે બંને બચી ગયા છે. ચર્ચે જણાવ્યુ કે આ સમયે અમે મિશનરી બાળકો સંબંધમાં ગોપનીયતા બનાવી રાખવાની માંગ કરે છે. તેમનો પરિવાર ભારતથી આવી રહ્યો છે અને તેમને ઘટના વિશે બતાવ્યુ છે. ભારતીય કિશોર મિસીસિપીમાં ફ્રેંચ કૈપ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા હતા. અકેટેમીએ કહ્યુ કે આ ઘટનાથી તેઓ ખૂબ જ દુખી છે. 
 
ચાર વર્ષથી કોડરાઈટ પરિવારને ઓળખનારા કેથ પોટ્સે જણાવ્યુ કે બાળકો મિસીસિપીના એક શાળામાં અભ્યાસ કરતા હતા. જ્યારે શાળામાં શિયાળાની રજાઓ પડી તો ભારતીય બાળકો પોતાના ઘરે ન જઈ શક્યા. તેથી કોડરાઈટ પરિવારે તેમને પોતાના જ ઘરમાં રહેવા માટે બોલાવી લીધા. કોલીરવિલેના મેયર સ્ટાન જૉયનેરે જણાવ્ય કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

શંકર ભગવાન ની વાર્તા

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

Boys Name - ભ અને ધ પરથી નામ છોકરા અર્થ સાથે

શું રાત્રે જમ્યા પછી ચા પીવી જોઈએ? જમ્યા પછી ચા પીવામાં આવે તો હેલ્થ પર શું અસર થાય ?

સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો

આગળનો લેખ
Show comments