Webdunia - Bharat's app for daily news and videos

Install App

હમાસના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં હુમલાથી 73નાં મોત

Webdunia
રવિવાર, 20 ઑક્ટોબર 2024 (13:24 IST)
ગાઝાના ઉત્તર છેડે આવેલા બેત લાહિયા વિસ્તારમાં ઇઝરાયલના હુમલામાં 73 લોકો માર્યા ગયા છે. હમાસના અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે માહિતી આપી છે.
 
હમાસના અધિકારીઓનું કહેવું છે કે બેત લાહિયા વિસ્તારમાં મહિલા અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.
 
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે બૉમ્બવિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.
 
આ હુમલા અંગે ઇઝરાયલે કહ્યું હતું કે, તે સંબંધિત રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ એમ પણ કહ્યું હતું કે હમાસે જાનહાનિ વિશેના જે આંકડા રજૂ કર્યા છે તે વધારે પડતા છે. અમારી માહિતી સાથે મેળ ખાતા નથી.
 
ગાઝાના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે, બેત લાહિયા વિસ્તારમાં ઇન્ટરનેટ અને સંચારસેવા સંપૂર્ણ રીતે બંધ થઈ જવાને કારણે બચાવકાર્યમાં પણ અડચણ આવી રહી છે.
 
હમાસના હવાલાથી સરકારી મીડિયાએ કહ્યું હતું કે, ઇઝરાયલે ભીડભાડવાળી જગ્યા પર હુમલો કર્યો હતો.
 
પેલેસ્ટાઈનની સમાચાર સંસ્થા વફાના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક રહેઠાણ કૉલોની નાશ પામી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND VS NZ - ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ WTCમાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો, હવે ઓસ્ટ્રેલિયાની આ ટીમ સાથે ફાઈનલ મેચ થશે.

અમરેલીમાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત

બલિયામાં 3 સગીરો દ્વારા 5 વર્ષની બાળકી પર બળાત્કાર, 6 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે

PM મોદી આજે કાશીની મુલાકાતે આવી રહ્યા છે, 1,300 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વાવાઝોડામાં શાળાની છત ઉડી, 5 બાળકો અને શિક્ષક ઘાયલ; મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટના

આગળનો લેખ
Show comments