Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડાં રાફેલને કારણે સક્યૂબામાં વીજપુરવઠો ખોરવાઈ ગયો

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (18:23 IST)
વાવાઝોડાં રાફેલને કારણે સમગ્ર ક્યૂબામાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે અને અંધારપટ છવાઈ ગયો છે.
 
મળતી મહિતી પ્રમાણે, હરિકૅન રાફેલે બપોરના સમયે પાટનગર હવાના પાસે અર્ટેમિસા પાસે લૅન્ડફૉલ થયું હતું. એ સમયે તેની ઝડપ 185 કિલોમીટર પ્રતિકલાકની હતી.
 
રાફેલ 'ત્રીજી શ્રેણી'નું વાવાઝોડું હતું અને તે ત્રાટક્યું એ પહેલાં 70 હજાર લોકોને સલામતસ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એ સમયે ભારે પવન, પૂર અને જમીન ધસવાની ચેતવણી આપવામાં આવી હતી.
 
રાષ્ટ્રીય ઊર્જા કંપનીએ નિવેદન બહાર પાડીને કહ્યું, "હૅરિકેન રાફેલ ત્રાટક્યું તેના કારણે રાષ્ટ્રીય ઇલૅક્ટ્રિસિટી વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી."
 
વાવાઝોડાંને કારણે પશ્ચિમ ક્યૂબામાં ભારે વરસાદ નોંધાયો હતો. રાફેલને કારણે કૅમૅન આઇલૅન્ડ્સ તથા અમેરિકાના ફ્લૉરિડામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે લગભગ એક પખવાડિયા પહેલાં ક્યૂબા ઉપર ઑસ્કર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, ત્યારે પણ લાખો લોકો વીજવિહોણાં બની ગયા હતા અને વીજવિતરણના માળખાને નુકસાન પહોંચ્યું હતું. 
 
હરિકૅન ઑસ્કરને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભયાનક અકસ્માત !!! ઓટોમાં 4ને બદલે 14 લોકો હતા, ટ્રક સાથે જોરદાર ટક્કર, 11 લોકોના મોત

બાંગ્લાદેશમાં મુસ્લિમ દુકાનદારે ઈસ્કોન મંદિર પર કરી અભદ્ર ટિપ્પણી, પોસ્ટ વાયરલ થતાં ફાટી નીકળી હિંસા

Jharkhand Election - ભાજપાની આ હરકતો પર ભડક્યા હેમંત સોરેન, બોલ્યા - હિમંત હોય તો સામેથી લડો, કાયરોની જેમ પાછળથી હુમલો કેમ ?

હું 8મી નવેમ્બર 2024 ના રોજ રજા પર છું... બોસને એક નવા કર્મચારી તરફથી આવો ઈમેલ મળ્યો અને પછી આ જવાબ આપ્યો

Maharashtra Elections - સરકાર બનશે તો બધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દઈશુ, કેમ ભડક્યા રાજ ઠાકરે

આગળનો લેખ
Show comments