Webdunia - Bharat's app for daily news and videos

Install App

Article 370: ભારતના પગલાથી ગભરાયુ પાકિસ્તાન, ઉઠાવ્યુ આ પગલુ

Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (10:44 IST)
સરકારે સોમવારે કહ્યુ કે અનુચ્છેદ 370ને હટાવવુ જરૂરી હતુ. કારણ કે તેમા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતુ હતુ. સરકરે કશ્મીરના રાજનીતિક દળોની નિંદા કરી. જેમા પૂર્વ મુખ્યમંત્રી અમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી સામેલ છે.  જે સતત સંવિધાનના અનુચ્છેદ 370ને હટાવવાનો આરોપ કરી રહ્યા હતા. બીજી બાજુ ભારતના નિર્ણયથી સૌથી વધુ પાકિસ્તાન ગભરાયુ છે. 
 
પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ કમર  જાવેદ બાજવાએ કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા માટે મંગળવારે કૉર્પ્સ કમાંડરોની બેઠક બોલાવી ચે. જિયો ન્યુઝ મુજબ કોર્પ્સ કમાંડરોની બેઠકનો એજંડા  જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 સમાપ્ત કરવાના ભારતના પગલા અને નિયંત્રણ રેખા પર હાજર પરિસ્થિતિ અને કાશ્મીરમાં તેની અસરનુ વિશ્લેષણ કરવાનુ છે. 
 
આ પહેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાને પાકિસ્તાનના બે સહયોગી દેશો મલેશિયા અને તુર્કીના રાષ્ટ્રાધ્યક્ષો સાથ ફોન પર વાત કરી અને કાશ્મીરમાં અનુચ્છેદ 370ના રોજ સમાપ્ત કરવાના ભારતના આ પગલાને ગેરકાયદેસર કરાર આપ્યો અને કહ્યુ કે આ ક્ષેત્રની શાંતિ નષ્ટ થઈ જશે. 
 
ઈમરાને મલેશિયાઈ પ્રધાનમંત્રી મહાથિર મોહમ્મદને કહ્યુ, "ભારતના આ પગલાથી બે પરમાણુ સંપન્ન પડોશીઓ વચ્ચેના સંબંધો બગડશે." તેના પર મોહમ્મદે કહ્યુ કે તેમનો દેશ કાશ્મીરની સ્થિતિ પર બરાબર નજર રાખી રહ્યુ છે અને પાકિસ્તાનના સંપર્કમાં રહેશે. 
 
ઈમરાને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપને એદોર્ન સાથે પણ ફોન પર વાત કરી અને એદોર્ગને ભારત અધિકૃત કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિ પર ગંભીર ચિંતા બતાવી. તેમણે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાનને વિશ્વાસ આપ્યો કે તેમનો દેશ પાકિસ્તાનનું સમર્થન ચાલુ રાખશે. 
 
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સોમવારે સંવિધાનના આર્ટિકલ 370ને સમાપ્ત કરી દીધુ, જે કાશ્મીરના વિશેષ રાજ્યને દરજ્જો પ્રદાન કરતો હતો. હવે જમ્મુ અને કાશ્મીર રાજ્ય ન રહેતા બે કેન્દ્ર શાસિત પ્રદેશોઅમાં વહેંચાઈ જશે. જેમાથી એક જમ્મુ અને કાશ્મીર અને બીજુ લદ્દાખ રહેશે.  જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે પણ લદ્દાખમાં વિધાનસભા નહી હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments