Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્જિમા : ત્વચાનો દુશ્મન

Webdunia
N.D
ત્વચા પર પડનારા લાલ સફેદ ચકતા, જેમા તીવ્ર ખંજવાળ પણ આવે છે, તેને એક્જિમા કહે છે. સામાન્ય રીતે આને 'ડૅરમેટાઈટિસ' પણ કહેવાય છે. આ અવસ્થામાં ત્વચા ખૂબ જ ખુશ્ક થઈ જાય છે અને તેમા ખંજવાળ પણ થવા માંડે છે. ત્વચામાં નરમાશની ઉણપથી આ બીમારી ઉત્પન્ન થાય છે.

આ સમસ્યા કોઈપણ ઋતુમાં થઈ શકે છે. બાળકો પણ ધૂળ-માટીમાં રમતા રહેવાને કારણે આ બીમારીની ચપેટમાં આવી જાય છે. આ સક્રામક બીમારી નથી. આને સરળતાથી રોકી શકાય છે. તેના લક્ષણો જુદા જુદા લોકોમાં જુદી જુદી રીતે ઉદ્દભવી શકે છે.

આ રોગમાં ત્વચામાં ખંજવાળને કારણે લાલ ચકતા પડી જાય છે. આ મોટાભાગે કોણી, ઘુંટણ અને ગરદન પર ઉત્પન્ન થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોનુ એ પણ માનવુ છે કે આ બીમારી વંશાનુગત હોય છે. આજે અમે તમને આના બચાવ અને ઈલાજ વિશે બતાવીશુ -

કેવી રીતે કરશો બચા વ - આ માટે અત્યાધિક પરસેવો અને અત્યાધિક ઉષ્માથી બચો. વધુ પડતા સોડાવાળા સાબુનો પ્રયોગ કરવાને કારણે સૌમ્ય સાબુનો ઉપયોગ કરો. શિયાળામાં એસી અને રૂમ હીટરથી દૂરથી ગરમી લો. સ્નાન કરતી વખતે ત્વચાને વધુ ન રગડશો. બીમારી થાય તો સૂતી કપડા પહેરો.

ઉપચાર : બાળકોમાં આ બીમારી મોટાભાગે થઈ જાય છે. તેથી તેને વધુ ગરમ પાણીથી નવડાવવાને બદલે કુણાં પાણીથી નવડાવો. નહાવાના પાણીમાં થોડા ટીપા તેલના પણ નાખી દો. નાના બાળકોની રોજ તેલથી માલિશ કરો. જેના કારણે તેમની ત્વચામાં કોમળતા જળવાય રહેશે. ઘરથી બહાર મોસ્ચરાઈઝર કાઢીને નીકળો. ત્વચા વધુ શુષ્ક થાય તો દિવસમાં ત્રણથી ચાર વાર મોસ્ચરાઈઝર લગાવો. ગંભીર સમસ્યા થાય તો ત્વચા વિશેષજ્ઞની સલાહ લો.

આ બીમારીની સારવાર પરાબેંગની કિરણ તકનીકથી પણ થાય છે. એલર્જી કરનારા ખાદ્ય પદાર્થને ખાવાથી અને ધૂળ માટીવાળા વાતાવરણના સંપર્કમાં આવવાથી બચો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments