Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈબોલા વાયરસ - વિશ્વમાં ઝડપથી ફેલાતી મહામારી, જાણો ઈબોલા વાયરસ વિશે સંપૂર્ણ માહિતી

Webdunia
શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (12:32 IST)
ઈબોલા - વિશ્વ વિપદા જાહેર કરવા પર વિચારી રહ્યુ છે ડબલ્યુએચઓ 
 
મહામારી બનતી જઈ રહી છે બીમારી 
 
- બેઠકો -  વિશ્વ સ્વાસ્થ્ય સગઠન મોટા દેશો સાથે આગામી અઠવાડિયે બેઠક કરશે. જેનેવામાં બે દિવસથી તત્કાલિન બેઠક ચાલી રહી છે. 
- દવાઓનુ પરિક્ષણ - અમેરિકાએ ગંભીર રોગીઓ પર દવાઓનો અભ્યાસ કરવાની મંજૂરી આપી. ઝડપથી દવાઓ બનાવવા માટે કહ્યુ છે 
-એલર્ટ  - લાઈબેરિયામાં ઈમરજેંસી. ભારત સરકારે પ્રભાવિત દેશોમાં જવા અને હોસ્પિટલોમાં જુદો વોર્ડ બનાવવાનો આદેશ આપ્યો. 
 
જાણો શુ છે ઈબોલા અને ક્યાથી આવ્યો ? 
 
ક્યાથી આવ્યો ઈબોલા - ડોક્ટર અત્યાર સુધી ખાતરીપૂર્વક નથી બતાવી શકત અકે ઈબોલા વાયરસ ક્યાથી આવ્યો. એક થિયોરી કહે છે કે આ વાયરસ ચામાચિડીયુ, વાંદર અને  ભૂંડના આંતરડામાં જોવા મળે છે. 
 
સંક્રમણથી લક્ષણ સુધી - આ વાયરસ શરીરમાં ફેલાવામાં બે થી 21 દિવસ લાગે છે. જ્યારે તેના લક્ષણ જોવા મળે તો દર્દી આ બીમારીને ફેલાવનારો બની જાય છે. તેના આગામી 12 દિવસ ખૂબ જ સંવેદનશીલ હોય છે.  
 
આ રોગના ચપેટમાં આવતા 12 દિવસમાં જ મોત 
 
7થી 10 દિવસ - વાયરસ જ્યારે વિકસિત થાય છે ત્યારે ગળામાં અને આખોમાં બળતરા, પેટમાં દુ:ખાવો અને ઉલ્ટીયો થાય છે. માથનઓ દુખાવો, થાક, તાવ,માંસપેશીઓમાં બળતરા. ત્વચા પર નાના મોટા સફેદ લાલ ધબ્બા પડવા લાગ્યા છે. આ પછી ઘાવનુ રૂપ લઈ લે છે. પછી ફાટવા શરૂ થાય છે. તેમાથી લોહી નીકળવા લાગે છે. 
 
11મો દિવસ - જીભની ઉપરની બાજુ એકદમ લાલ થઈ જાય છે. અનેકવાર એ બહાર લટકી જાય છે કે ગળાની અંદર જતી રહે છે. 
12મો દિવસ - વાયરસ નસોમાં લોહી જમાવી દે છે. રંગ કાળો પડવા લાગે છે. લોહી જામવાથી લિવર, બ્રેન, ફેફસા આંતરડા સહિત અનેક અંગો સુધી લોહીનુ વહેણ રોકાવવા માંડે છે. આ અંગ કામ કરવા બંધ કરી દે છે. બધા અંગોના બંધ થયા બાદ દર્દીનુ મોત થઈ જાય છે.  
 
કેવી રીતે બચશો  ? 
 
કોઈપણ ઈબોલા પીડિત દર્દી કે જાનવરથી દૂર રહો  
- તમારા હાથ રોજ સાફ કરો 
- હાથના ગ્લોઝ અને સુરક્ષા એપ્રિન પહેરીને ઈબોલા દર્દી પાસે જાવ. 
- ઈબોલાથી સંક્રમિત માંસ ન ખાય  
 
સૌથી પહેલા અહી ફેલાયુ 
 
1976માં પહેલીવાર બે સ્થાન પર એકસાથે ફેલાયો. આ છે સુડાન અને યામબુક(કાંગો) જેનુ નામ ઈબોલા નદી(કાંગો)ના ઉપરથી રાખવામાં આવ્યુ છે.  
 
કેવી રીતે ફેલાય છે ? 
 
-અડકવાથી, લોહી, શરીરમાંથી નીકળતા તરલસ્ત્રાવ, પરસેવો, છીંક વગેરે 
- વાયરસથી સંક્રમિત ચામાચિડિયુથી વાંદરાઓ સુધી 
- વાંદરાઓથી માણસો સુધી કે પછી ભૂંડ(સૂવર)થી માણસો સુધી 
- માણસોથી માણસો સુધી.  
 
38 વર્ષોમાં ... 
 
3812 કેસ જોવા મળ્યા 
2367 લોકોના મોત 
 
પાંચ ખતરનાક પ્રકાર 
 
- બુંદીબુગ્યોઈબોલા વાયરસ 
- જાયરે ઈબોલા વાયરસ 
- સુડાન ઈબોલા વાયરસ 
- તાઈ ફોરેસ્ટ ઈબોલા વાયરસ 
- રેસ્ટન ઈબોલા વાયરસ 
 
(નીચેના બે વાયરસ ફિલીપીંસ અને ચીનમાં જોવા મળે છે. અહી કોઈના મોતના સમાચાર નથી) 
 
બીમારી આફ્રિકી દેશોમાં તો આપણને ચિંતા કેમ ? 
 
આફ્રિકી દેશોમાં 40 હજારથી વધુ ભારતીય છે. એક પણ સંક્રમિત થઈને દેશમાં આવે તો ખતરનાક સાબિત થશે. એયરપોર્ટ અથોરિટીએ બધા એયરપોર્ટ પર તપાસ કરવાનો આદેશ આપ્યો છે.  
 
રોકથામ - ક્યા- શુ ? 
 
- અનેક દેશોમાં હોસ્પિટલોમા વિશેષ વોર્ડ બનાવાયા છે. 
- વિશ્વ બેંક ગિની લાઈબેરિયા અને સિયેરા લિઓનને 1217 કરોડ રૂપિયા આપી રહ્યુ છે 
- યુએસ સેંટર ફોર ડિસીસ કંટ્રોલ એંડ પ્રિવેંશનમાં વિશેષ સેક્શન બનાવાયુ છે જે આખી દુનિયામાં ઈબોલા સંબધિત ગતિવિધિઓ પર નજર રાખી રહ્યુ છે. 
- કનાડાઈ દવા કંપની ટેકમિરા અને અમેરિકી દવા કંપની કેબીપીએ ઈબોલા પ્રતિરોધક દવાઓ બનાવવનો દાવો કર્યો છે. હાલ તેનુ પરીક્ષણ ચાલુ છે.  
 
- હાલ કંઈ દવાઓ ઉપયોગમાં  ? 
 
અટલાંટાના ઈમોરી યુનિવર્સિટી હોસ્પિટલમાં વાયરસ સંક્રમિત ડો. કેટ બ્રેંટલી અને નૈસી રાઈટબોલની સારવાર ચાલી રહી છે. તેમને જેડમેપ દવા આપવામાં આવી રહી છે. હાલતમાં સુધારો છે. દવાને સૈન ડિએગો સ્થિત મૈપ્પ કંપનીએ બનાવી છે. દવાનુ માનવ પર પ્રથમ પરીક્ષણ છે. આ વાંદરાઓ પર પણ સફળ રહી હતી.  
 
એચઆઈવી/એડ્સથી ખતરનાક કેમ  ? 
 
એચઆઈવી/એડ્સના વાયરસની શોધ 1980માં થઈ. તેનાથી અત્યાર સુધી 3.50 કરોડ લોકોના મોત થઈ ચુક્ય છે. ગયા વર્ષે 15 લાખ લોકોના મોત થયા. એચઆઈવી વાયરસ ફેલાવામાં ત્રણ અઠવાડિયાથી ત્રણ મહિના લાગે છે. એચઆઈવી વાયરસના એડ્સમાં બદલવામાં નવ મહિનાથી 20 વર્ષ પણ લાગી જાય છે. દવા મળતી રહે તો દર્દી જીવતો રહે છે. પણ ઈબોલા વાયરસ 2 થી 21 દિવસમાં સંક્રમિત કરે છે. સંક્રમણના 12 દિવસમાં દર્દીનુ મોત.  
 
આપણી તૈયારી 
 
કેન્દ્રએ કહ્યુ કે એ દેશોની યાત્રા ન કરો જ્યા આ બીમારી ફેલાઈ છે. હોસ્પિટલોમાં જુદા વોર્ડ બનાવવા અને સ્વસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા માટે ઉપકરણ તૈયાર રાખવાનુ કહ્યુ છે. વાયરસ પ્રભાવિત દેશોમાંથી આવનારા લોકોની વિગત લેવી અને નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.   

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments