Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય વિશેષ : મહિલાઓમાં ફર્ટિલિટી વધારવા માટે ઉપયોગી આહાર

Webdunia
P.R
આજની ખરાબ લાઇફસ્ટાઇલ અને ખોટી ટેવોને કારણે સ્ત્રીઓમાં ફર્ટિલિટીની સમસ્યા બહુ ઝડપથી વધતી જઇ રહી છે જેનાથી કન્સીવ કરવામાં પરેશાની સર્જાય છે. માટે જ તો આજકાલ ડૉક્ટરોની મુલાકાત લેવી અને સરોગેસી સામાન્ય બની ગયું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારા ડાયટમાં કેટલાક ચોક્કસ આહારનો સમાવેશ કરી લેવામાં આવે તો તેનાથી ફર્ટિલિટી વધી શકે છે. જાણીએ આવા કેટલાક આહારો વિષે...

1. આખું અનાજ - આહારમાં કાર્બોહાઇડ્રેટ સામેલ કરવાથી નબળી પ્રજનન પ્રણાલી મજબૂત બને છે. માટે તમારે ઘઉંમાંથી બનેલી બ્રેડ, બ્રાઉન રાઇસ, કોર્ન, ઓટ અને એવા આહાર જેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે તે ખાવા જોઇએ. દિવસમાં એકવાર તમારે આનું સેવન કરવું જ જોઇએ.

2. લીલા પાંદડાવાળા શાકભાજી - ગ્રીન વેજિટેબલમાં વિટામિન અને પ્રોટીન હોય છે. તમારા આહારમાં બીન્સ, મટર, પાલક, બ્રોકલી વગેરે સામેલ કરો. પાલકમાં ફોલિક એસિડ હોય છે, જે ગર્ભ ધારણ કરવામાં મદદ કરે છે. સાથે સ્ત્રીઓએ પુષ્કળ માત્રામાં શાકભાજી ખાવા જોઇએ જેનાથી લોહી વધે અને સ્વસ્થ પણ રહી શકાય.

3. ડેરી પ્રોડક્ટ - તમારે માત્ર સરળતાથી કન્સીવ કરવા માટે નહીં પણ સ્વસ્થ રહેવા માટે પણ ડેરી પ્રોડક્ટનું સેવન કરવું જરૂરી છે. કેલ્શિયમ અને આયર્નની મદદથી હાકડા મજબૂત બને છે અને ફર્ટિલિટી વધે છે. તમારે સ્કીમ્ડ મિલ્કની સાથે ઈંડા ચોક્કસ ખાવા જોઇએ. સાથે બટર, ચીઝ અને દહીંનો પણ સમાવેશ કરો.

4. ફોલિક એસિ ડ - ફોલિક એસિડ ધરાવતા આહાર તમને ઝડપથી ગર્ભસ્થ બનાવી શકે છે. ફોલિક એસિડ પ્રજનન પ્રણાલીમાં ઈંડાનું પ્રોડક્શન વધારી જલ્દી કન્સીવ કરવામાં મદદ કરે છે. સોયા પ્રોડક્ટ, બીન્સ, એગ યોલ્ક, બટાકા, ઘઉંનો લોટ, કોબીજ, બીટ, કેળા, બ્રોકલી, ફણગાવેલા અનાજ અને એવા ચોખા જેમાં એસિડની માત્રા વધુ હોય છે તે ખાવું જોઇએ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments