આ સામાન્ય ગતિની મોડરેટ ઈંટેસિટીવાળી વૉક છે . જેમાં સાથ આપવા તમે તમારા મિત્રો ,પરિવારના સભ્યો અથવા સહકાર્યકરોને બોલાવી શકો છો. જેમાં થોડી તીવ્રતા સાથે ચાલવુ પડશે. જેમ તમને કોઈને મળવાની ઉતાવળ છે. તમારી ઝડપ 5-6 કિ.મી કલાક દીઠ હોવી જોઈએ.અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર Brisk walk (ઝડપી વોક ) કરવી જોઈએ .પ્રથમ ચાર અઠવાડિયામાં 20-30, પછી 30-40 મિનિટ ચાલવુ લાભદાયી રહેશે.
ગતિ વોક Speed Walk
આ 7-9 કિ.મી કલાક દીઠની ઝડપથી ચાલવું પડે છે. પ્રથમ ચાર અઠવાડિયા દરેક અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ વખત (25 મિનિટ) ઝડપથી ચાલવુ . ,તે પછી 5-12 અઠવાડિયા દર અઠવાડિયે ઓછામાં ઓછા બે ઝડપ વૉક કરવી. ધીમે ધીમે ઝડપ વધારવી.
ચેલેન્જ વોક
આ પડકાર છે કે તમે કેટલા ઝડપથી વૉક કરી શકો છો. આ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા સુધી ઝડપી વોક કે સ્પીડ વૉક પછી કરવી. પાંચમા સપ્તાહમાં ચેલેન્જ વોક કરો .આઠમા અઠવાડિયે એવુ કરો કે 10 મિનિટ ખૂબ જ ફાસ્ટ દોડવુ પછી સામાન્ય ગતિથી ફરી સ્ટાર્ટિંગ પોઈંટ પર આવવું .
આ વૉકથી તમારી શરીરની વધારાની ચરબી ઘટશે સાથે ઊર્જા પણ મળશે. આથી તમે વધારે સ્ફૂર્તિથી કામ કરી શકો છો.