rashifal-2026

હેલ્થ કેર : આપ જાણો છો કેવી રીતે સ્પર્મ ડોનર દ્વારા ગર્ભધારણ થાય છે ?

Webdunia
સ્પર્મ ડોનર(શુક્રાણુ દાતા) દ્વારા ગર્ભધારણ કરવા માટે સૌથી જરૂરી છે તમામ મેડિકલ તપાસ થાય. એ દંપતી જેઓ કોઇ કારણસર સંતાન સુખ પ્રાપ્ત નથી કરી શકતા તેઓ શુક્રાણુ દાતા(સ્પર્મ ડોનર)ની મદદ લઇ શકે છે. પણ આના માટે સતત ડૉક્ટરની દેખરેખ જરૂરી છે.

કઇ રીતે મળે છે સ્પર્મ? - સૌથી પહેલા ફ્રોઝન સ્પર્મ મેળવવામાં આવે છે. આ માટે તમે કોઇ સ્પર્મ બેંકનો સંપર્ક કરી શકો છો. તમારો કોઇ પુરુષ મિત્ર પણ આમાં તમારી મદદ કરી શકે છે. તમારા ડૉક્ટર આના વીર્યને વીર્ણરોપણ માટે ફ્રોઝન કરી દેશે. જો તમને સ્પર્મ બેંક વિષે જાણકારી ન હોય તો તમારા ડૉક્ટર પાસેથી આ વિષે માહિતી મેળવી શકો છો.

સ્પર્મ ટેસ્ટ - સ્પર્મ ડોનર પાસેથી સ્પર્મ મળ્યા બાદ આના પરીક્ષણનો નંબર આવે છે. આના માટે તેની ગતિશીલતા, આકારવિજ્ઞાન અને તેમાં શક્રાણુની સંખ્યા વગેરેની તપાસ કરવામાં આવે છે. જો શુક્રાણુ આ બધા માપદંડો પર ખરા ન ઉતરે તો તેના ગર્ભાધાનની સંભાવના ઓછી થઇ જાય છે.

કઇ રીતે થાય છે વીર્યારોપણ? - સફળ ગર્ભધાન માટે માસિક ધર્મચક્રનું પાલન કરવામાં આવે છે. આના માટે શરીરના મૂળભૂત તાપમાનનું ધ્યાન રાખવું જરૂરી છે. સવારે પથારી છોડતા પહેલા આ તપાસ અચૂક કરાવી લો. તમારા દિવસની શરૂઆત આ જ કામથી કરો આ પહેલા કોઇ અન્ય કામ ન કરો. માસિક ચક્ર સમયે શરીરનું મૂળભૂત તાપમાન સામાન્ય દિવસો કરવા વધુ હોય છે. પહેલી જ ખતે ગર્ભાધાન કરવા માટે તમારા ડૉક્ટરને એ પણ પૂછી લેવું જરૂરી છે કે માસિક ચક્ર દરમિયાન ફર્ટિલિટી દવાઓ લઇ શકાય કે નહીં.

બીજું પગલું - ચક્ર દરમિયાન પ્રજનન ક્લીનિકમાં ડૉક્ટરો લોહીની તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ઈંડાની પરિપકવતા પર નજર રાખશે. જ્યારે ઈંડુ પરિપકવ થવાની તૈયારીમાં જ હોય ત્યારે ગર્ભાધાન માટે યોગ્ય સમય હોય છે.

ત્રીજું ચરણ - આ તકનીકમાં પુરુષના સ્પર્મ અને મહિલાના ઈંડાને બહાર ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. માત્ર એક સ્પર્મને નળી દ્વારા ઈંડાની વચ્ચોવચ્ચ નાંખી દેવામાં આવે છે. ફર્ટિલાઇઝ થયા બાદ તેને યુટરસમાં નાંખી દેવામાં આવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments